#ShivaayTrailer: રિલીઝ પહેલા જ બનાવ્યો રેકોર્ડ...
અજય દેવગનની ફિલ્મ શિવાય નું ટ્રેલર રિલીઝ થવા માટે તૈયાર છે. આ ટ્રેલર ફ્રેંડશીપ ડે 7 ઓગષ્ટના દિવસે રિલીઝ કરવામાં આવશે. ઇન્દોરના એક ફેન ગ્રુપે અજય દેવગનનો સંપર્ક કર્યો અને ફ્રેંડશીપ ડે ના દિવસે ટ્રેલર લોન્ચ કરવાનું કહ્યું.
અજય દેવગને ફેન્સની વાત માની લીધી અને જાતે જઈને ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરશે. બધાને ખબર છે કે શિવાય અજય દેવગનનો એક ડ્રિમ પ્રોજેક્ટ છે અને આ ફિલ્મ પાછળ તેઓ ખુબ જ મેહનત પણ કરી રહ્યા છે.

પરંતુ ફિલ્મના ટ્રેલર સાથે જોડાયેલી એક ખાસ વાત આપણે ખબર નહિ હોઈ. વાત આમ છે કે શિવાયને બોલિવૂડનું સૌથી લાબું ટ્રેલર બતાવવામાં આવી રહ્યું છે. આ ટ્રેલર 3 મિનિટ 40 સેકન્ડનું હશે. એટલે કે રિલીઝ પહેલા જ શિવાયએ એક રેકોર્ડ તો બનાવી જ દીધો.












Click it and Unblock the Notifications
