Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બંપર Box Office: અજયની તાનાજીએ 31 દિવસમાં કરી કરોડોની કમાણી

બંપર Box Office: અજયની તાનાજીએ 31 દિવસમાં કરી કરોડોની કમાણી

અજય દેવગણની ફિલ્મ તાનાજી ધી અનસંગ વૉરિયર સતત સિનેમાઘરોમાં છવાયેલી છે. આ દરમિયાન બેક ટૂ બેક કેટલીય નવી રિલીઝ આવીને પોતાનો સફર ખતમ કરવા જઈ ચૂકી છે. પરંતુ એકમાત્ર અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાનની તાનાજી જ એવી ફિલ્મ છે જે સિનેમાઘરોમાં પોતાનો પગ જમાવીને પૂરી રીતે છવાયેલી છે. ફિલ્મમાં અજય દેવગન છત્રપતિ શિવાજીના સેનાપતિ સૂબેદાર તાન્હા જી માલુસરેના કેરેક્ટરમાં જોવા મળી રહ્યા છે. જેને લોકોએ બહુ પસંદ કર્યા છે. આ અત્યાર સુધીની અજય દેવગનની સૌથી તેજી અને સતત કમાણી કરતી ફિલ્મ બની ગઈ છે.

ધમાકેદાર કમાણી કરી

ધમાકેદાર કમાણી કરી

આ દરમિયાન પંગા, સ્ટ્રીટ ડાંસર 3ડી, જવાવી જાનેમન, શિકારા, મલંગ જેવી બિગ સ્ટારવાળી ફિલ્મો રિલીઝ થઈ છે. આ બધાની વચ્ચે અજય દેવગનનો સ્ટારડમ હાવી રહ્યો છે. અહીં જુઓ આખો રિપોર્ટ...

અત્યાર સુધી આટલી કમાણી થઈ

અત્યાર સુધી આટલી કમાણી થઈ

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ મુજબ તાનાજીએ ગત શનિવારે 2.76 કરોડનો બિઝનેસ કર્યો. બીજી તરફ રવિવારે ફિલ્મે 3 કરોડની કમાણી કરી. કુલ મળીને જોવામાં આવે તો તાનાજીએ અત્યાર સુધી 266 કરોડ સુધીની પોતાની પહોંચ બનાવી છે.

વૈશ્વિક સ્તરે પણ 300 કરોડ

વૈશ્વિક સ્તરે પણ 300 કરોડ

વૈશ્વક સ્તરે પણ તાનાજીએ રેકોર્ડ તોડ કમાણી કરી છે. જેણે અત્યાર સુધી 324 કરોડની કમાણી કરી છે. અગાઉ વૉરે 442 કરોડ અને કબીર સિંહે 372 કરોડની જબરદસ્ત કમાણી કરી.

12મી સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ

12મી સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ

કમાણીના હિસાબે તાનાજી સૌથી વધુ કમાણી કરતી 12મી ફિલ્મ બની ગઈ છે. આ યાદીમાં પહેલા બાહુબલી, દંગલ, સંજૂ, ટાઈગર જિંદા હૈ, બજરંગી ભાઈજાન, વૉર, પદ્માવત, સુલ્તાન, ધુમ 3, કબીર સિંહ અને ઉરી સામેલ છે.

આ રહ્યું આખું કલેક્શન

આ રહ્યું આખું કલેક્શન

ફિલ્મના અત્યાર સુધીના કલેક્શન પર નજર નાખવામાં આવે તો ત્રીજા દિવસે તાનાજીએ 50 કરોડ, 6ઠ્ઠા દિવસે 100 કરોડ, આઠમા દિવસે 125 કરોડ, દસમા દિવસે 150 કરોડ, 11મા દિવસે 175 કરોડ, 15મા દિવસે 200 કરોડ, 18મા દિવસે 225 કરોડ અને 24મા દિવસે 250 કરોડની કમાણી કરી લીધી છે.

તાનાજી પછી

તાનાજી પછી

તાનાજી બાદ અજય દેવગનનું ફોકસ ભુજઃ ધી પ્રાઈડ ઑફ ઈન્ડિયા પર રહેશે. આ દરમિયાન ગોલમાલ 5ની પણ તૈયારી શરૂ કરી શકે છે. જે બાદ તેઓ ચાણક્યનુ શૂટિંગ શરૂ કરશે.

મુંબઈમાં તાનાજીની કમાણી

મુંબઈમાં તાનાજીની કમાણી

જ્યારે બીજી તરફ તાનાજીને તગડી કમાણી આપવાનો શ્રેય મુંબઈને પણ જાય છે. આ ફિલ્મ મરાઠીમાં પણ રિલીઝ થઈ છે. તાનાજી મુંબઈમાં અત્યાર સુધી 130 કરોડ કમાણી કરી ચૂકી છે. જ્યારે દુનિયાભરમાં તેની કુલ કમાણી 341.01 કરોડ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X