Pics : બૉલીવુડના નવા હિમ્મતવાલા થયાં 44 વરસનાં
મુંબઈ, 2 એપ્રિલ : બૉલીવુડના નવા હિમ્મતવાલા અજય દેવગણ આજે 44 વરસનાં થઈ ગયાં. 2જી એપ્રિલ, 1969ના રોજ નવી દિલ્હી ખાતે વીણા તથા વીરૂ દેવગણના ઘરે જન્મેલા અજય દેવગણ સુપરસ્ટારોની આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટ ટૅલેન્ટેડ અને સૉફ્ટ એક્ટર છે.
અજય દેવગણના પિતા વીરૂ દેવગણ બૉલીવુડના જાણીતા સ્ટંટ કોરિયોગ્રાફર છે, તો માતા વીણા દેવગણ ફિલ્મ નિર્માતા છે. માતા-પિતા ઉપરાંત અજયના પત્ની કાજોલ પણ બૉલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંના એક છે. (ચૌદ વરસનું લગ્ન જીવન)
અજય દેવગણે અભિનેતા તરીકે ફૂલ ઔર કાંટે ફિલ્મ દ્વારા પોતાની સફરની શરુઆત કરી હતી. નવેમ્બર-1991માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં મધુ તેમના હીરોઇન હતાં. અજયને આ ફિલ્મ માટે બેસ્ટ મેલ ન્યુકમરનો ઍવૉર્ડ મળ્યો હતો. જોકે અજયની પ્રથમ બૉલીવુડ ફિલ્મ પ્યારી બહેના (1985) હતી કે જેમાં તેઓ બાળ કલાકાર હતાં. અજયે ઓમકારા તથા ઝખ્મ જેવી ફિલ્મોમાં ગંભીર પાત્રો પણ ભજવ્યા હતાં.
છેલ્લા કેટલાંક વરસથી અજય દેવગણ અનેક પ્રકારના રોલ્સ કરતાં નજરે પડે છે. ખાસકરીને સિંઘમ અને સન ઑફ સરદાર જેવી ફિલ્મોમાં તેમનો રોલ ખૂબ લોકપ્રિય થયો, તો ગત શુક્રવારે જ હિમ્મતવાલા ફિલ્મ રિલીઝ થઈ છે.
આવો બર્થડે બૉય અજયની જોઇએ તસવીરી ઝલક.

અજય દેવગણ થયાં 44 વરસનાં
અજય દેવગણે પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત પ્યારી બહેના ફિલ્મ દ્વારા કરી હતી. 1985માં આવેલ આ ફિલ્મમાં અજય બાળ કલાકાર હતાં.

અજય દેવગણ થયાં 44 વરસનાં
અજય દેવગણના પિતા વીરૂ દેવગણ બૉલીવુડના જાણીતા સ્ટંટ કોરિયોગ્રાફર છે, તો માતા વીણા દેવગણ ફિલ્મ નિર્માતા છે.

અજય દેવગણ થયાં 44 વરસનાં
અજયે અભિનેતા તરીકે પ્રથમ ફિલ્મ ફૂલ ઔર કાંટે કરી હતી. તેમાં તેમની હીરોઇન મધુ હતાં.

અજય દેવગણ થયાં 44 વરસનાં
અજયને પ્રસિદ્ધ માતા-પિતા ઉપરાંત પ્રસિદ્ધ અને કાબેલ પત્ની તરીકે કાજોલ મળ્યાં છે. કહે છે કે અજય અગાઉ કરિશ્મા કપૂર સાથે ડેટિંગ કરતા હતાં.

અજય દેવગણ થયાં 44 વરસનાં
ફૂલ ઔર કાંટે રિલીઝ થતાં એમ કહેવામાં આવ્યું કે આ ફિલ્મે બૉલીવુડને નવો એક્શન હીરો આપ્યો છે.

અજય દેવગણ થયાં 44 વરસનાં
કરણ અર્જુન ફિલ્મમાં સલમાન ખાનનો રોલ અજયને મળવાનો હતો.

અજય દેવગણ થયાં 44 વરસનાં
એવી જ રીતે જ્યારે યશ ચોપરાની ડર ફિલ્મમાં શાહરુખ ખાનનો રોલ પણ અજયને મળવાનો હતો કે જેમાંથી અગાઉ આમિર ખાન ખસી ગયા હતાં.

અજય દેવગણ થયાં 44 વરસનાં
અજય દેવગણે પત્ની કાજોલ સાથે યૂ મી ઔર હમ (2008) દ્વારા દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કર્યો.

અજય દેવગણ થયાં 44 વરસનાં
સને 2000માં અજયે પોતાની પ્રોડક્શન કમ્પની અજય દેવગણ ફિલ્મ્સ પ્રોડક્શનની સ્થાપના કરી. તેની પ્રથમ ફિલ્મ રાજૂ ચાચા હતી

અજય દેવગણ થયાં 44 વરસનાં
અજય દેવગણ રીયલ લાઇફમાં એક ખુશમિજાજ વ્યક્તિ છે.












Click it and Unblock the Notifications
