Trailer : શમિતાભ સાથે અક્ષરાનું બૉલીવુડ જ નહીં, WM ડેબ્યુ પણ...
મુંબઈ, 7 જાન્યુઆરી : જે પળોનો સૌને આતુરતાપૂર્વક ઇંતેજાર હતો, તે આવી જ ગયો. આર બાલ્કીની ફિલ્મ શમિતાભનું ટ્રેલર તાજેતરમાં જ મુંબઈના ઇરોઝ થિયેટરમાં રિલીઝ થઈ ગયું. અમિતાભ બચ્ચનના હજારો ફૅન્સ પણ આ સુંદર ઇવેંટનો ભાગ બન્યાં, પરંતુ બીજી બાજુ શમિતાભ દ્વારા બૉલીવુડ ડૅબ્યુ કરવા જઈ રહેલા અક્ષરા હસન આ ઇવેંટમાં વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની ગયાં. આમ અક્ષરાએ બૉલીવુડ ડેબ્યુ પહેલા જ વૉર્ડરોબ માલફંક્શન ડેબ્યુ કરી નાંખ્યું.
શમિતાભનું દિગ્દર્શન અને વાર્તા લેખન આર બાલ્કીએ કર્યું છે. જાણીતા મ્યુજિક કમ્પોઝર ઇલાઈરાજાએ શમિતાભ માટે સંગીત આપ્યું છે. પી સી શ્રીરામે ફિલ્મનું સિનેમેટૉગ્રાફી કર્યું છે.ફિલ્મમાં અમિતાભ, ધનુષ અને અક્ષરા લીડ રોલમાં છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ધનુષના પાત્રો વચ્ચે એક અહમનો ટકરાવ દર્શાવાયો છે. સાથે જ અક્ષરા ધનુષના પ્રેમિકાનો રોલ કરી રહ્યાં છે.
અમિતાભ અને ધનુષનું મિશ્ર નામ ધરાવતી શમિતાભની કહાની અંગે જોકે આર બાલ્કીએ કંઈ પણ ન કહ્યું, પરંતુ તેમણે એટલુ જરૂર કર્યું કે વાર્તા જાણવા માટે શમિતાભની રિલીઝનો ઇંતેજાર કરો.
દરમિયાન ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે કમલ હસનના નાના દીકરી અક્ષરા હસન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનીગયાં. 23 વર્ષીય અક્ષરા શમિતાભ સાથે બૉલીવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. તેમના મોટા બહેન શ્રુતિ હસન ઑલરેડી બૉલીવુડમાં સક્રિય છે.
ચાલો આપને બતાવીએ ટ્રેલર લૉન્ચિંગની તસવીરો અને સાથે-સાથે ટ્રેલર પણ :

ટ્રેલર લૉન્ચ
શમિતાભ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ મુંબઈ ખાતે લૉન્ચ કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મના લીડ કલાકારો ધનુષ, અક્ષરા હસન અને અમિતાભ બચ્ચન હાજર હતાં.

બાલ્કી-શ્રીરામ
શમિતાભનું દિગ્દર્શન અને વાર્તા લેખન આર બાલ્કીએ કર્યું છે. જાણીતા મ્યુજિક કમ્પોઝર ઇલાઈરાજાએ શમિતાભ માટે સંગીત આપ્યું છે. પી સી શ્રીરામે ફિલ્મનું સિનેમેટૉગ્રાફી કર્યું છે.

પિડલી સ્ટાઇલ
ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે અમિતાભ બચ્ચન શમિતાભ ફિલ્મના પિડલી... ગીતની સ્ટાઇલમાં બેઠા હતાં. આ ગીત તેમણે જ ગાયું છે.

ફૅન્સ વચ્ચે અમિતાભ
ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે અમિતાભ બચ્ચનના હજારો ફૅન્સ હાજર રહ્યા હતાં. ફૅન્સે અમિતાભને ઘેરી લીધા હતાં.

Oops
ઉપ્સ... અક્ષરા હસન શમિતાભ સાથે બૉલીવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે, પરંતુ બૉલીવુડ ડેબ્યુ પહેલા જ તેમનું વૉર્ડરોબ માલફંક્શન ક્ષેત્રે ડેબ્યુ થઈ ગયું. ટ્રેલર લૉન્ચિંગ દરમિયાન અક્ષરા આ રીતે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.
જુઓ ટ્રેલર
શમિતાભ ફિલ્મનું ટ્રેલર જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરો.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત








Click it and Unblock the Notifications
