મોટા ડાયરેક્ટર્સ મને કાસ્ટ નથી કરતા, ફિલ્મ ના ચાલી તો ખતમ થઈ જશેઃ અક્ષય કુમાર

અક્ષય કુમાર મોટાભાગે નવા ડાયરેક્ટર્સ સાથે કામ કરે છે. આના પર તેમણે મીડિયા સામે પોતાનુ રિએક્શન આપ્યુ છે.

અક્ષય કુમાર માટે વર્ષ 2019 કમાણી અને હિટની દ્રષ્ટિએ ઘણુ સફળ સાબિત થયુ છે. આ વર્ષે તેમની કેસરી, મિશન મંગલ અને હાઉસફૂલ 4 રિલીઝ થઈ. આ ત્રણે ફિલ્મો કમાણીની દ્રષ્ટિએ પણ સફળ રહી. આ સાથે આ મહિને અક્ષય કુમારની ગુડ ન્યૂઝ રિલીઝ થઈ રહી છે. રિલીઝ પહેલા આને પણ અક્ષયની હિટ ફિલ્મોમાં શામેલ કરવામાં આવી ચૂકી છે. એક વાર ફરીથી સવાલ ઉઠી રહ્યો છે કે અક્ષય કેવી રીતે વર્ષમાં ચાર સુપરહિટ ફિલ્મો આપી દે છે.

મીડિયા સામે પોતાનુ રિએક્શન આપ્યુ

મીડિયા સામે પોતાનુ રિએક્શન આપ્યુ

એ પણ જણાવી દઈએ કે અક્ષય કુમાર મોટાભાગે નવા ડાયરેક્ટર્સ સાથે કામ કરે છે. આના પર તેમણે મીડિયા સામે પોતાનુ રિએક્શન આપ્યુ છે. અક્ષયે જણાવ્યુ કે છેવટે કેમ તે નવા ડાયરેક્ટર્સ સાથે કામ કરે છે.

જ્યારે તમને મોટા લોકો નથી લેતા તો

જ્યારે તમને મોટા લોકો નથી લેતા તો

અક્ષય કુમારે જણાવ્યુ કે હું નવા ડાયરેક્ટર્સ સાથે આ કારણે કામ કરુ છુ કારણકે મોટા ડાયરેક્ટર્સ મને પોતાની ફિલ્મોમાં કાસ્ટ નથી કરતા. તે આગળ જણાવે છે કે જ્યારે મોટા લોકો તમને નથી લેતા તો તમારી જર્ની જાતે શરૂ કરવી પડે છે.

તમે ઘરે ખાલી નથી બેસતા

તમે ઘરે ખાલી નથી બેસતા

અક્ષય આગળ કહે છે કે જ્યારે મોટા પબ્લિકેશનમાં તમને જૉબ ન મળે તો તમે નાના પબ્લિકેશન તરફ જાવ છો. ત્યાંથી તમે જંપ કરો છો. એ વિચારીને કે લોકો તમને કેમ નથી લઈ રહ્યા, તમે ઘરે ખાલી બેસી ના શકો, જ્યારે તમને ખબર છે કે તમે આટલા સક્ષમ છો.

માત્ર ખાન નહિ કપૂર પણ છે

માત્ર ખાન નહિ કપૂર પણ છે

શું મોટા ડાયરેક્ટર્સ માત્ર ખાન સાથે કામ કરે છે, આના પર પોતાનુ મંતવ્ય રાખતા અક્ષયે કહ્યુ કે મોટા ડાયરેક્ટર્સ તેમની પાસે જ જાય છે જે ડિઝર્વ કરે છે. તમે જોઈ શકો છો કે માત્ર ખાન નહિ કપૂર્સ પણ છે. મે વિચાર્યુ કે હું ડિઝર્વ નથી કરતો. મે પછી મારી રીતે કામ કરવાનુ શરૂ કર્યુ.

તમે કરણ અને આદિત્યને પૂછી શકો છો..

તમે કરણ અને આદિત્યને પૂછી શકો છો..

પોતાની વાત રાખતા અક્ષયે કહ્યુ કે અત્યારે પણ કોઈ મોટા ડાયરેક્ટર મારી સાથે કામ નથી કરી રહ્યા. તે મારી સાથે ફિલ્મ નિર્માણ કરી રહ્યા છે પરંતુ ફિલ્મ ડાયરેક્ટ નથી કરી રહ્યા. તમે કરણ જોહર, આદિત્ય ચોપડાને પૂછી શકો છો.

ફિલ્મ ના ચાલી તો

ફિલ્મ ના ચાલી તો

ગુડ ન્યૂઝના નિર્દેશક રાજ મહેતા વિશે વાત કરતા અક્ષય કુમારે જણાવ્યુ કે તે મારા 21માં નવા નિર્દેશક છે. મારા મંતવ્ય મુજબ સારુ કામ કરવાની લાલચ જૂના નિર્દેશકોથી તેમનામાં વધુ હોય છે. તેમના માટે કરો કે મરોવાળી સ્થિતિ હોય છે. તેમને લાગે છે કે ફિલ્મ ન ચાલી તો તે ખતમ થઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X