Birthday: કરોડોની સંપત્તિના માલિક છે અક્ષય કુમાર, વાર્ષિક કમાણી જાણીને ઉડી જશે હોશ
Akshay Kumar Birthday: બૉલિવુડ અભિનેતા અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ 'મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ' માટે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. અક્ષય કુમાર તેની દમદાર એક્ટિંગની સાથે સાથે તેની ફિટનેસ માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે.
આજે અક્ષય કુમારનો જન્મદિવસ છે. તેની ઉંમર 56 વર્ષ છે પરંતુ તેને જોઈને કોઈ કહી ના શકે કે તેમની ઉંમર આટલી છે. આજે પણ તે ફિટનેસના મામલામાં પોતાનાથી નાના કોઈપણ હીરોને ટક્કર આપી શકે છે. આવો જાણીએ તેમના જન્મદિવસના અવસર પર તેમની કુલ સંપત્તિ અને વાર્ષિક કમાણી વિશે.

પંજાબના અમૃતસરના રહેવાસી અક્ષય કુમારે ફિલ્મ 'સૌગંધ'થી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. અક્ષય કુમારે હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર હીરો રાજેશ ખન્નાની મોટી પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે. ટ્વિંકલ ખન્ના પણ લગ્ન પહેલા બૉલીવુડની જાણીતી હિરોઈન રહી ચુકી છે. જોકે લગ્ન બાદ તેણે ફિલ્મોથી અંતર રાખી લીધુ છે. અક્ષય કુમાર તેના અનુશાસન માટે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ પ્રખ્યાત છે. તે પોતાના પરિવાર સાથે મુંબઈમાં શાહી જીવનશૈલી જીવે છે.
ફિલ્મીસિયાપ્પાના રિપોર્ટ અનુસાર, અક્ષય કુમાર પાસે લગભગ 2414 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે. વર્ષ 2021માં તેમની કુલ સંપત્તિ $325 મિલિયન હતી. મળતી માહિતી મુજબ, અક્ષય કુમાર એક મહિનામાં લગભગ 10 કરોડ રૂપિયાની કમાણી કરે છે. અક્ષય કુમાર પાર્ટીઓનો બિલકુલ શોખીન નથી અને જીવનને સાદગીથી જીવવાનું પસંદ કરે છે.
બૉલિવુડ હંગામાના રિપોર્ટ અનુસાર, અક્ષય કુમાર એક ફિલ્મ માટે લગભગ 60થી 70 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મો ઉપરાંત અક્ષય કુમાર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. તે એક જાહેરાત માટે લગભગ 7થી 8 કરોડ રૂપિયા લે છે. મુંબઈમાં જુહુ બીચ પાસે અક્ષય કુમારનો આલીશાન બંગલો છે. રિતિક રોશન પણ તેના ઘરની નજીક જ રહે છે. અક્ષય કુમારે મુંબઈ અને દેશના ઘણા ભાગોમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે.
અક્ષય કુમાર મોંઘા અને રોયલ વાહનોનો પણ શોખીન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમાર પાસે 11 લક્ઝરી વાહનો છે જેની કિંમત કરોડોમાં છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ, બેન્ટલી, હોન્ડા સીઆરવી, પોર્શે, રોલ્સ રોયસ જેવા વાહનો છે. અક્ષય કુમાર પાસે પણ બાઈકનું શાનદાર કલેક્શન છે. તેના ગેરેજમાં રોયલ એનફિલ્ડ, સુઝુકી, હોન્ડા, યામાહા જેવી બ્રાન્ડની બાઈક પણ હાજર છે.












Click it and Unblock the Notifications
