અક્ષય કુમારની ફી સાંભળીને હેરાન થઇ જશો...
આપણે બધાને જ ખબર છે કે બોલિવૂડના સ્ટાર સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન એક ફિલ્મ માટે ખુબ જ વધારે કિંમત વસૂલ કરે છે. ફિલ્મની ફી સાથે સાથે આ સ્ટાર પ્રોફિટમાં પણ હિસ્સો લે છે. પરંતુ હાલમાં જ અક્ષય કુમારે કંઈક અલગ કર્યું છે.
આપણે જણાવી દઈએ કે અક્ષય કુમારની આવનારી ફિલ્મ જોલી એલએલબી ના સિક્વલનું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે. સુભાસ કપૂરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. જયારે હીરોઇન તરીકે હુમા કુરેશીને લેવામાં આવી છે.

આ ફિલ્મ માટે અક્ષય કુમાર પ્રતિ દિવસ 1 કરોડ રૂપિયા લેવાના છે. આમ જોવા જઇયે તો અક્ષય કુમારની દરેક ફિલ્મોનું શૂટિંગ 40 થી 45 દિવસમાં પૂરું થઇ જાય છે અને ક્યારેક તે 50 થી 55 દિવસ પણ થઇ જાય છે.
એટલે ફિલ્મના મેકર્સ પર આ ફિલ્મ વહેલામાં વહેલી તકે પૂરું કરવાનું પણ પ્રેસર ચોક્કસ હશે. ફિલ્મના નિર્માતાઓ ચોક્કસ ફિલ્મના શૂટિંગને જલ્દીથી પૂરું કરવામાં જ વ્યસ્ત હશે. આપણે જણાવી દઈએ કે જોલી એલએલબી 2 ફેબ્રુઆરીની 10 તારીખે 2017માં રિલીઝ થવા જઈ રહી છે.












Click it and Unblock the Notifications
