અક્ષયે અડધા પૈસામાં બનાવી નાંખી સ્પેશિયલ 26

સ્પેશિયલ 26 ફિલ્મના દિગ્દર્શક નીરજ પાન્ડે છે કે જેમણે ઍ વેડ્નસડે ફિલ્મ બનાવી હતી. સ્પેશિયલ 26 એક ઐતિહાસિક ફિલ્મ છે કે જેમાં અક્ષય કુમાર, કાજલ અગ્રવાલ, જિમી શેરગિલ, મનોજ બાજપાઈ તથા અનુપમ ખેરે કામ કર્યું છે. આ ફિલ્મની પૃષ્ઠભૂમિ 1980 પર આધારિત છે. કહે છે કે ફિલ્મની વાર્તા એક સીબીઆઈ ઑફિસર પર આધારિત છે. તે મુંબઈના ત્રિભુવનદાસ ભીમજી ઝવેરીના ઑપેરા હાઉસમાં ઇનકમટૅક્સની રેડ પડાવે છે અને પછી અચાનક જ લાખોના ઝવેરાત સાથે ગાયબ થઈ જાય છે.
અક્ષય કુમારે ફિલ્મ અંગે જણાવ્યું - આ એકદમ અલગ જ વાર્તા છે. એક સત્યઘટના પર આધારિત ફિલ્મ છે. 1986માં અનેક એવું થયું કેજ્યારે લોકો નકલી સીબીઆઈ ઑફિસર બની મોટા-મોટા રાજકારણીઓ અને વેપારીઓને ઠગી લેતા હતાં. આ એક સત્યઘટના છે, તેથી તેણે મને આકર્ષિત કર્યું. કોઈ પણ સત્યઘટના પર આધારિત ફિલ્મ કરવાનો અનુભવ અલગ જ હોય છે. સૌને ખબર છે કે નીરજ એક સમ્પત્તિ છે. નીરજે સમગ્ર હોમવર્ક કર્યું, કારણ કે આ તેમની વાર્તા હતી, તેમનું સ્ક્રીનપ્લે હતું. મેં માત્ર તેમનું અનુકરણ કર્યું. હું વર્ષમાં ત્રણ-ચાર ફિલ્મો કરુ છું. ઍ વેડ્નસડે બાદ નીરજની આ બીજી ફિલ્મ છે. તેઓ પોતાનું કામ સારી પેઠે જાણે છે. તેથી તેમણે જ પોતાનું સમગ્ર હોમવર્ક કર્યું.
ફિલ્મના અભિનેત્રી કાજલ અંગે અક્ષયે જણાવ્યું - કાજલ ખૂબ જ સુંદર, પ્રતિભાશાળી અને પ્રોફેશનલ છે કે જેમણે સાઉથમાંથી ઘણું શીખ્યું છે. તેઓ પોતાના પાત્રમાં ખૂબ સારી રીતે ફિટ થાય છે. તેમની સાથે મારી બૉડિંગ પણ સારી છે. તેમની સાથે કામ કરતા મને સારૂ લાગ્યું.












Click it and Unblock the Notifications
