અક્ષય-ટ્વિંકલની દીકરીની અટક ખન્ના રહેશે

નોંધનીય છે કે ગત 25મી ડિસેમ્બરે અક્ષય-ટ્વિંકલના ઘરે એક નાનકડી દીકરીએ પગલા માંડ્યાં હતાં. આ પ્રસંગે ટ્વિંકલ ખન્નાએ જણાવ્યુ હતું કે તેમના પિતા સ્વર્ગસ્થ રાજેશ ખન્નાની હૃદયપૂર્વક ઇચ્છા હતી કે ટ્વિંકલને એક વ્હાલી અને સુંદર પુત્રી થાય કે જે એકદમ ટ્વિંકલની જેમ હોય.
આપને જણાવી દઇએ કે સ્વર્ગસ્થ રાજેશ ખન્ના જ્યારે માંદા હતાં, ત્યારે ટ્વિંકલ તેમની સારસંભાળ નહોતા કરી શક્યા કારણ કે તેઓ ગર્ભવતી હતાં. ડૉક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી હતી. તેથી પપ્પા રાજેશ ખન્નાએ તેમને વારંવાર હૉસ્પિટલ આવવાની પણ ના કહી હતી.
એટલું જ નહિં રાજેશ ખન્નાની અંતિમ યાત્રામાં પણ ટ્વિંકલ તેથી જ શામેલ નહોતી થઈ શક્યા હતાં. એવામાં તેમના ઘરે એક દીકરી અવતરતાં તેમને લાગ્યું કે તેઓ પોતાના પપ્પાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવામાં સફળ રહ્યાં.












Click it and Unblock the Notifications
