સાઈકલ પરથી પડ્યા બૉલિવુડના ખેલાડી અક્ષય કુમાર, સ્ટંટનો Video વાયરલ

સ્ટંટમેન અક્ષય કુમાર સાઈકલિંગ કરતા કરતા મસ્તી કરતા ધડામ કરીને પડી ગયા. આ મઝાનો વીડિયો ફેન્સને ખૂબ ગમી રહ્યો છે.

મુંબઈઃ બૉલિવુડ સ્ટાર અક્ષય કુમાર પોતાની ફિટનેસ માટે ખૂબ સજાગ રહે છે. ખૂબ જ સંયમિત રૂટીન ફોલો કરનાર અક્ષય કુમાર પોતાને ફિટ રાખવા માટે રેગ્યુલર સાઈકલિંગ પણ કરે છે પરંતુ સોશિયલ મીડિયા પર બૉલિવુડના સ્ટંટમેન અક્ષય કુમાર સાઈકલિંગ કરતા કરતા મસ્તી કરતા ધડામ કરીને પડી ગયા. આ મઝાનો વીડિયો ફેન્સને ખૂબ ગમી રહ્યો છે.

જાણો કેવી રીતે બની આ દૂર્ઘટના

જાણો કેવી રીતે બની આ દૂર્ઘટના

જો કે આ જૂનો વીડિયો છે કારણકે આમાં સાઈકલ ચલાવતા અક્ષય કુમાર સ્વતંત્રતા દિવસની શુભકામના આપતા જોવા મળી રહ્યા છે. અક્ષય કુમાર વીડિયોમાં 15 ઓગસ્ટનો દિવસ કહેતા જોવા મળી રહ્યા છે. સાઈકલ ચલાવતા અક્ષય કુમારે સાઈકલ ચલાવીને આઝાદીની શુભકામનાઓ આપીને બંને હાથ છોડીને સાઈકલ ચલાવવા લાગે છે અને ઘણી વાર સુધી તો કંઈ નથી થતુ પરંતુ અંતે અક્ષયની સાઈકલનુ બેલેન્સ બગડે છે અને તે પડી જાય છે.

વીડિયો શેર કરીને કેઆરકેએ કરી કમેન્ટ

વીડિયો શેર કરીને કેઆરકેએ કરી કમેન્ટ

2017નો આ વીડિયો ગોલ્ડના શૂટિંગ સમયનો છે. બૉલિવુડના ફિટ મેન અક્ષય કુમારનો આ વીડિયો તેના ફેન્સને ખૂબ ગમી રહ્યો છે. આ વીડિયોને બૉલિવુડના કેઆરકેએ શેર કર્યો છે અને લખ્યુ કે લાલા તમે તો વારંવાર પડી જાવ છો. તમને જણાવી દઈએ કે દિવાળી પર 5 નવેમ્બરે અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થઈ રહી છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષય કુમાર કેટરીના કૈફ સાથે જોવા મળશે. વળી, અજય દેવગણ અને રણવીર સિંહ પણ આ ફિલ્મમાં જોવા મળશે.

અક્ષય કુમારની આવનારી ફિલ્મો

અક્ષય કુમારની આવનારી ફિલ્મો

અક્ષય કુમાર બૉલિવુડના એવા એક્ટર છે જે આખા વર્ષમાં સૌથી વધુ ફિલ્મો કરે છે. ફિલ્મોનુ શૂટિંગ તે ખૂબ ઓછા સમયમાં કમ્પલીટ કરવા માટે જાણીતા છે. અક્ષય કુમારના વર્ક ફ્રંટની વાત કરીએ તો તેમની આવનારી ફિલ્મોનુ લાંબુ લિસ્ટ છે. જેમાં પૃથ્વીરાજ, મિશન સિન્ડ્રેલા અને ઓએમસી - ઓહ માય ગૉડ 2!, બચ્ચન પાંડે, રક્ષા બંધન, રામસેતુ, અતરંગી રે શામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X