કોરોના થયા બાદ અક્ષય કુમાર હોસ્પિટલમાં ભરતી, જાણો કેવી છે અભિનેતાની તબિયત

બૉલિવુડ અભિનેતા અક્ષય કુમાર કોરોના સંક્રમિત મળી આવ્યા બાદ સોમવારે(5 એપ્રિલ) તેઓ હોસ્પિટલમાં ભરતી થઈ ગયા છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેતા અક્ષય કુમાર કોરોના સંક્રમિત મળી આવ્યા બાદ સોમવારે(5 એપ્રિલ) તેઓ હોસ્પિટલમાં ભરતી થઈ ગયા છે. અક્ષય કુમારે રવિવારે(4 એપ્રિલ) આ અંગેની માહિતી આપી હતી કે તેઓ કોવિડ-19 પૉઝિટીવ મળ્યા છે. હોસ્પિટલમાં ભરતી થવાની સૂચના અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે. અક્ષય કુમારે કહ્યુ છે કે તેઓ ડૉક્ટરોની સલાહ પર હોસ્પિટલમાં ભરતી થઈ રહ્યા છે. પહેલા અક્ષય કુમારે જણાવ્યુ હતુ કે તેઓ હોમ ક્વૉરંટાઈન છે. અક્ષય કુમાર ઉપરાંત બૉલિવુડમાં ગોવિંદા, આલિયા ભટ્ટ, આમિર ખાન, ફાતિમા સના શેખ સહિત લગભગ ડઝનેક સ્ટાર કોરોના સંક્રમિત છે.

હું જલ્દી ઘર વાપસી કરીશ

હું જલ્દી ઘર વાપસી કરીશ

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર સોમવારે(5 એપ્રિલ) લખ્યુ, 'તમે જે મારા માટે પ્રાર્થના કરી રહ્યા છો, તેની અસર થઈ રહી છે. હું એકદમ સારો છુ. પરંતુ સાવચેતી રૂપે ડૉક્ટરોએ મને હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપી છે. હું હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો છુ. હું જલ્દી ઘર વાપસી કરીશ. તમે લોકો પોતાનુ ધ્યાન રાખો.'

હોસ્પિટલ તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી

હોસ્પિટલ તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી

અમુક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રવિવારે(4 એપ્રિલ)ની સાંજે જ અક્ષય કુમાર મુંબઈના પવઈ વિસ્તારમાં ડૉ. એચ.એલ હીરાનંદાની હોસ્પિટલમાં ભરતી થઈ ગયા હતા. જો કે અક્ષય કુમારે પોતાની પોસ્ટમાં તે કઈ હોસ્પિટલમાં ભરતી થયા છે તેની માહિતી આપી નથી. હોસ્પિટલ તરફથી અક્ષય કુમારની તબિયત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

ફિલ્મ 'રામસેતુ'ના સેટ પર 45 લોકો કોરોના સંક્રમિત

ફિલ્મ 'રામસેતુ'ના સેટ પર 45 લોકો કોરોના સંક્રમિત

કોરોના સંક્રમિત થતા પહેલા અક્ષય કુમાર ફિલ્મ 'રામસેતુ'નુ શૂટિંગ કરવામાં બિઝી હતા. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ અક્ષય કુમાર કોરોના પૉઝિટીવ જોવા મળ્યા છે. અક્ષય કુમાર સહિત આ ફિલ્મ સાથે જોડાયેલા લગભગ 70 લોકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જેમાંથી 45 લોકોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે. હાલમાં ફિલ્મનુ શૂટિંગ રોકી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત જેકલીન ફર્નાન્ડિસ અને નુસરત ભરુચા પણ લીડ રોલમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X