અક્ષય કુમાર અને કેટરીના કૈફનું સુપર સેક્સી સૂર્યવંશી ગીત, આ રહી પહેલી ઝલક
સૂર્યવંશી ફિલ્મ માટે અક્ષય અને કેટરીના 90ના દશકની સુપરહિટ ફિલ્મ મોહરાનું ગીત ટિપ ટિપ બરસા પાની ફરીથી શૂટ કરતા જોવા મળશે.
અક્ષય કુમાર અને કેટરીના કૈફ ઘણા વર્ષો બાદ રોહિત શેટ્ટીની સૂર્યવંશી સાથે મોટા પડદા પર એક સાથે કમબેક કરી રહ્યા છે. હવે સમાચાર એ છે કે ફિલ્મ માટે અક્ષય અને કેટરીના 90ના દશકની સુપરહિટ ફિલ્મ મોહરાનું ગીત ટિપ ટિપ બરસા પાની ફરીથી શૂટ કરતા જોવા મળશે. રોહિત શેટ્ટીએ આ પહેલા પણ ગોલમાલ માટે નીંદ ચુરાઈ મેરી અને સિંબા માટે આંખ મારે રિક્રિએટ કર્યુ છે.

પરંતુ રસપ્રદ વાત એ છે કે ઓરિજિનલ ગીતમાં જ્યાં અક્ષય કુમાર અને રવિના ટંડન આગ વરસાવી રહ્યા હતા ત્યાં હવે આ વખતે અક્ષય કુમાર અને કેટરીના કૈફ આગ વરસાવશે. તેનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે અક્ષય અને કેટરીના આ પહેલા ગલે લગ જા નામના ગીતમાં કંઈક આવુ કરી ચૂકી છે. કેટરીના કૈફનો આખો લુક ટિપ ટિપમાંથી inspired હતો.
હવે જોવાનુ એ છે કે આ ગીતમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ શું અલગ કરતા દેખાશે. ફિલ્મમાં અક્ષય કુમાર પોલિસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. વળી, કેટરીના કૈફની ભૂમિકા પર વધુ માહિતી હજુ સુધી આવી નથી.












Click it and Unblock the Notifications
