ફરી એક વાર ખેલાડી અક્ષયનો હાથ થામશે કૅટરીના કૈફ

મુંબઈ, 16 જાન્યુઆરી : અક્ષય કુમાર અને કૅટરીના કફ ફરી એક વાર સાથે નજરે પડનાર છે. અગાઉ આ જોડીએ એક પછી એક અનેક હિટ ફિલ્મો આપી છે. હમકો દીવાના કર ગયે, નમસ્તે લંદન, સિંહ ઇઝ કિંગ. જોકે છેલ્લી ફિલ્મ તીસ માર ખાન બૉક્સ ઑફિસે કંઈ ખાસ ઉકાળી શકી નહોતી, પરંતુ આમ છતાં આ જોડીને જોવા દર્શકો આજેય આતુર રહે છે. તીસ માર ખાન બાદ આ જોડીને કોઈ પણ દિગ્દર્શકે કાસ્ટ કરી નથી, પરંતુ હવે લાંબા સમય બાદ સંજય લીલા ભાનુશાળી પોતાની ફિલ્મમાં આ જોડીને કાસ્ટ કરવા જઈ રહ્યાં છે.

Aksya-Katrina

સંજય લીલા ભાનુશાળીની આ નવી ફિલ્મ કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મની રીમેક હશે. સંજય આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કૅટરીના કૈફને લેવા માંગે છે. અગાઉ પણ સંજયે અક્ષય સાથે રાઉડી રાઠોડ જેવી હિટ ફિલ્મ આપી હતી કેજે સાઉથની રીમેક હતી. હવે ફરી એક વાર સંજય કોઈક સાઉથ ઇન્ડિયન હિટ ફિલ્મની રીમેક બનાવવાની સેફ ગેમ રમવા માંગે છે. સાથે જ કૅટ અને અક્ષયની ઑલટાઇમ હિટ જોડી કાસ્ટ કરવાને પણ તેઓ સેફ થવાનો પ્લાન કરી રહ્યાં છે.

અક્ષય કુમાર અને કૅટરીના કૈફ ગત વર્ષે ઘણા પ્રૉફિટમાં રહ્યાં. એક બાજુ અક્ષયે રાઉડી રાઠોડ અને હાઉસફુલ 2 દ્વારા બૉક્સ ઑફિસે પોતાની સફળતાનો પરચો બતાવ્યો, તો કૅટરીનાએ પણ એક થા ટાઇગર, જબ તક હૈ જાન જેવી હિટ ફિલ્મો આપી પોતાને બૉલીવુડના મલ્લિકા સિદ્ધ કર્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X