‘ઓહ માય ગૉડ’ અક્ષય અને પરેશ વિરુદ્ધ પોલીસ કેસ
મુંબઈ, 27 સપ્ટેમ્બર : અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ ઓહ માય ગૉડ (ઓએમજી) સામે પોલીસ કેસ નોંધાયો છે. કહેવાય છે કે અક્ષય કુમાર અને પરેશ રાવલે આ ફિલ્મમાં હિન્દુઓની લાગણીઓ દુભાવી છે. ઓએમજીનું અક્ષય અને પરેશે કર્યું છે તથા અક્ષયે તેમાં ગૉડનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ ગુજરાતી નાટક કાનજી વિરુદ્ધ કાનજી પર આધારિત છે.

કાનજી વિરુદ્ધ કાનજી નાટક પછીથી હિન્દીમાં પણ બન્યુ હતું. આ નાટક ગુજરાતી તેમજ હિન્દી બંનેમાં ઘણું પ્રસિદ્ધ થયુ હતું. ઓએમજી ફિલ્મની વાર્તા એક કાનજીભાઈ ઉપર આધારિત છે કે જે એક એંટિક શૉપકીપર છે. એક દિવસ તેની દુકાન વાવાઝોડામાં બર્બાદ થઈ જાય છે અને ત્યારથી જ તે ભગવાન ઉપરથી શ્રદ્ધા ગુમાવી બેસે છે. તે ભગવાનની ટીકા કરવાનો કોઈ મોકો નથી છોડતો, પરંતુ તે એવું કરવામાં નિષ્ફળ નિવડે છે. તેને એ વાતનો અહેસાસ નથી હોતો કે તે ખોટું કરી રહ્યો છે. આખરે સમગ્ર શહેરમાં તમામ પુજારીઓ મળી કાનજીભાઈ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. અંતે અક્ષય કુમાર કે જેમણે એક ગૉડ તરીકેની ભૂમિકા ભજવી છે તે કાનજીભાઈને મળવા આવે છે.
સમગ્ર ફિલ્મમાં કાનજીભાઈનું પાત્ર ભજવી રહેલ પરેશ રાવલ તેમજ ગૉડનું પાત્ર ભજવતાં અક્ષય કુમારે ગૉડ અંગે ઘણી એવી વાતો કરી છે કે જે સાંભળીને લોકોને લાગ્યું કે તેઓએ પોતાના ભગવાન કે જેમની તેઓ રાત-દિવસ પૂજા કરે છે તેમનું અપમાન કર્યું છે.
આ અગાઉ અજય દેવગણની ફિલ્મ સન ઑફ સરદાર પ્રત્યે પણ શીખ સમુદાયે ઘણી આપત્તિઓ નોંધાવી હતી અને તેથી અજયે પોતે સામે ચાલીને શીખ સમુદાયના લોકોને મળવુ પડ્યુ હતું. સાથે જ અજયે પોતાની ફિલ્મમાંથી ઘણાં દૃશ્યો પણ હટાવી દીધા હતાં, પરંતુ આમ છતાંય અજય દેવગણની ફિલ્મ સન ઑફ સરદાર પ્રત્યે શીખ સમુદાય નારાજ છે.
અક્ષય કુમાર એક બાજુ પોતાના ઘરે નાનકડી દીકરી અવતરતા ખુશ છે, તો બીજી બાજુ આ નવી મુસીબતથી તેની ખુશીમાં ઓટ આવી છે. હવે અક્ષયે પણ પોતાની ઓહ માય ગૉડ અંગે મુકાયેલા આરોપો ખોટા સાબિત કરવા આગળ આવવું પડશે.












Click it and Unblock the Notifications
