Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફિલ્મ 2.0ની ધમાકેદાર ઓપનિંગ, અક્ષયે સલમાન અને આમીરને પણ પાછળ છોડ્યા

2.0ની ધમાકેદાર ઓપનિંગ, અક્ષયે સલમાન-આમીરને પણ પાછળ છોડ્યા

અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 બૉક્સ ઑફિસમાં ધમાલ મચાવી રહી છે. રિપોર્ટ્સ મુજબ તમામ ભાષાઓના મળીને ફિલ્મ 70-80 કરોડનું ઓપનિંગ આપ્યું છે. લોકોએ ફિલ્મને બહુ પસંદ કરી છે. પરંતુ ખાસ વાત એ છે કે આ અક્ષય કુમારના કરિયરની સૌથી મોટી ઓપનિંગ આપતી ફિલ્મ બની ચૂકી છે. વીકએન્ડ સુધીમાં આ અક્ષયની સૌથી મોટી ફિલ્મ બની જશે.

ફિલ્મની કમાણી

ફિલ્મની કમાણી

અત્યાર સુધી બૉલીવુડ સ્ટાર્સમાં આ લિસ્ટમાં સૌથી આગળ આમીર ખાન હતા. આમીર ખાનની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દોસ્તાંએ પણ તમામ ભાષાઓમાં મળીને 52 કરોડનું ઓપનિંગ કર્યું હતું. હાલ તો અક્ષય કુમારે આમીર ખાનને પાછળ છોડીને ટૉપ સ્થાન મેળવી લીધું છે.

આમીર-સલમાનને પાછળ છોડ્યા

આમીર-સલમાનને પાછળ છોડ્યા

માત્ર અક્ષય કુમાર જ નહિ બલકે, 2.0 મેગાસ્ટાર રજનીકાંતની પણ સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે. 600 કરોડના બજેટ પર બની આ ફિલ્મે હિટ થવા માટે 1000 કરોડ સુધીનો આંકડો પાર કરવો પડશે. જો આવું થાય તો આમીર બાદ અક્ષય કુમાર બીજા એવા સ્ટાર બની જશે જે 1000 કરોડ ક્લબમાં એન્ટ્રી લેશે. અહીં જાણો અક્ષય કુમારની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો વિશે...

ટૉયલેટ એક પ્રેમકથા

ટૉયલેટ એક પ્રેમકથા

133.60 કરોડની કમાણી સાથે ટૉયલેટ એક પ્રેમકથા અક્ષય કુમારની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ હતી. અપેક્ષા જતાવવામાં આવી રહી છે કે ગોલ્ડ આ આંકડો પાર કરી જશે.

રાઉડી રાઠોડ

રાઉડી રાઠોડ

રાઉડી રાઠોડ અક્ષય કુમારની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. આ ફિલ્મે 131 કરોડ રૂપિયા કમાયા હતા.

એરલિફ્ટ

એરલિફ્ટ

એરલિફ્ટે બૉક્સ ઑફિસ પર 129 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મ સુપરહિટ રહી હતી.

રૂસ્તમ

રૂસ્તમ

2016માં રિલીઝ થયેલ ફિલ્મ રૂસ્તમે 127.42 કરોડ રૂપિયાનું બૉ્કસ ઑફિસ કલેક્શન કર્યું છે.

જૉલી એલએલબી 2

જૉલી એલએલબી 2

2017માં રિલીઝ થયેલ ફિલ્મ જૉલી એલએલબી 2એ 117 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ હિટ રહી હતી.

હૉલીડે

હૉલીડે

સોનાક્ષી સિન્હા સાથે બીજી ફિલ્મ હૉલીડે પણ સુપરહિટ રહી હતી. ફિલ્મે કુલ 112 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

ગોલ્ડ

ગોલ્ડ

2018માં આવેલ અક્ષય કુમારની આ ફિલ્મે 107.57 કરોડ રૂપિયાની કમાણી કરી.. હૉકી પર આધારિત આ ફિલ્મ સુપરહિટ રહી છે.

હાઉસફુલ-2

હાઉસફુલ-2

આનાથી જ અક્ષય કુમાર ઈફેક્ટ સમજમાં આવે છે. દર્શકોને ફિલ્મ બિલકુલ પસંદ નહોતી આવી છતાં ફિલ્મે 106 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X