For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્ષય કુમારના દીકરા આરવ સાથે લંડનમાં દેખાઈ નાઓમિકા સરન, શું છે આ બંને વચ્ચે સંબંધ?

અક્ષય કુમારના દીકરા આરવ ભાટિયાના નાઓમિકા સરન નામની યુવતી સાથેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. જાણો કોણ છે આ યુવતી.

|
Google Oneindia Gujarati News

Aarav Bhatia and Naomika Saran: અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના દીકરા આરવ ભાટિયાને આમ તો લાઈમ લાઈટથી દૂર રહેવાનુ ગમે છે પરંતુ આજકાલ તે સોશિયલ મીડિયામાં છવાઈ રહ્યો છે. હાલમાં જ તેને મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યો હતો. હવે આરવના અમુક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક યુવતી સાથે જોવા મળી રહ્યો છે. આવો જાણીએ આખરે આ યુવતી કોણ છે.

કઝિન બહેન છે નાઓમિકા

કઝિન બહેન છે નાઓમિકા

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના પુત્ર આરવ ભાટિયાની તસવીરોમાં દેખાતી છોકરીનુ નામ નાઓમિકા સરન છે. વાસ્તવમાં, તે આરવની કઝીન છે. તમને જણાવી દઈએ કે આરવ તેની પિતરાઈ બહેન નાઓમિકા સરનની ખૂબ જ નજીક છે. આરવ 20 વર્ષનો છે જ્યારે નાઓમિકા 18 વર્ષની છે, જે ટ્વિંકલની બહેન રિંકી ખન્નાની દીકરી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ફોટો

હાલમાં જ નાઓમિકા સરને તેના ઈન્સ્ટાગ્રામ પર ભાઈ આરવ સાથેની એક ખૂબ જ ક્યૂટ સેલ્ફી શેર કરી છે. આ તસવીર શેર કરતી વખતે નાઓમિકાએ કેપ્શનમાં શેલ ઈમોજી પણ બનાવી છે. આ ફોટોમાં આરવ ઈન્ડિગો શર્ટ અને નેકલેસમાં જોવા મળી રહ્યો છે, જ્યારે નાઓમિકાએ સફેદ ડ્રેસ અને લોકેટ પહેર્યુ છે. તેમના ફોલોઅર્સે તેમની આ તસવીર પર ઘણો પ્રેમ વરસાવ્યો છે.

લોકોએ ફોટા પર કરી કમેન્ટ

આ તસવીર પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યુ- હું ઈચ્છુ છુ કે આ બંને એક્ટિંગ શરૂ કરે. ફોટામાં બંને ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહ્યા છે. વળી, એક વ્યક્તિએ લખ્યુ છે - પિતરાઈ જેઓ સાથે રમે છે, સાથે રહે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે - તમારી બંનેની આંખો ખૂબ જ સુંદર છે. લોકોએ બંનેને ખૂબ સારા ભાઈ-બહેન ગણાવ્યા છે.

રિંકી ખન્નાની દીકરી છે નાઓમિકા સરન

નાઓમિકા સરન બૉલિવુડ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાની બહેન રિંકી ખન્ના અને તેના પતિ સમીર સરનની પુત્રી છે. રિંકી દિવંગત અભિનેતા રાજેશ ખન્ના અને તેમની પત્ની ડિમ્પલ કાપડિયાની નાની પુત્રી છે. રિંકીએ વર્ષ 1999માં 'પ્યાર મેં કભી કભી'થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 'જીસ દેશ મેં ગંગા રહેતા હૈ', 'મુઝે કુછ કહેના હૈ', 'યે હૈ જલવા', 'ઝંકાર બીટ્સ' અને 'ચમેલી' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બહેન ટ્વિંકલ ખન્નાની જેમ તેણે પણ હવે ફિલ્મોમાંથી બ્રેક લીધો છે અને હાલમાં તે તેના પરિવાર સાથે લંડનમાં રહે છે.

લંડનમાં ભણે છે આરવ ભાટિયા

લંડનમાં ભણે છે આરવ ભાટિયા

આરવ ભાટિયા હાલમાં જ લંડન જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે ડિસેમ્બર 2022માં જ નવા વર્ષની રજાઓ મનાવવા અને તેની માતાના જન્મદિવસે પાર્ટી કરવા મુંબઈ આવ્યો હતો. તાજેતરમાં તે ગોવામાં તેની માતા ટ્વિંકલ ખન્ના, પપ્પા અક્ષય કુમાર અને બહેન નિતારા સાથે જોવા મળી હતી જ્યાં ટ્વિંકલ ખન્નાના જન્મદિવસના અવસર પર બધાએ ખૂબ જ મસ્તી કરી હતી.અક્ષય કુમારે કહ્યુ હતુ - હું તેને આ બધામાં સામેલ કરવા માંગુ છુ, તે કંઈ જોવા નથી માંગતો, તે ફક્ત તેનુ કામ કરવા માંગે છે. તે ભણવા માંગે છે, પોતાની ફેશન ડિઝાઈનીંગ કરવા માંગે છે. તેને આ ફિલ્મી દુનિયા બિલકુલ પસંદ નથી.

English summary
Akshay Kumar son Aarav Bhatia seen with Naomika Saran in London, Know about this girl and their relationship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X