પાકિસ્તાન નહીં, આતંકવાદ વિરોધી છે 'બેબી': અક્ષય કુમાર
આતંકવાદ એક એવો મુદ્દો છે જેના અંગે ચર્ચા કરતા જ પાકિસ્તાનનું નામ આપણા મોઢે આવી જ જાય છે. એવું બન્યું છે ફિલ્મ બેબીની સાથે. ફિલ્મને પાકિસ્તાન વિરોધી માનવામાં આવી રહ્યું છે. આની પર વાત કરતા અક્ષય કુમારે જણાવ્યું છે કે ફિલ્મ પાકિસ્તાનની વિરુદ્ધ કઇ નથી કહેતી. બલકે ફિલ્મમાં કેટલાંક પાકિસ્તાની કલાકારોએ કામ પણ કર્યું છે.
આતંકવાદ એક વિષયના રૂપમાં દરેક સમાચારપત્રમાં જોવા મળી શકે છે, માટે અમે તેના પ્રત્યે લોકોને જાગૃત કરવાનું વિચાર્યું. ફિલ્મ આ અંગે ખુલીને વાત કરે છે. 'બેબી'ની વાર્તા વાસ્તવિક જીવનની વિવિધ ઘટનાઓ પર આધારિત છે.

અક્ષયે 'બેબી' અને તેમાં એક્શન અવતાર અંગે પણ માહિતી આપતા જણાવ્યું, હું ફિલ્મમાં ગુપ્તચરની ભૂમિકા નિભાવી રહ્યો છું. અમારી એક ગુપ્તચર વિભાગ છે, જેનું નામ છે બેબી. આ સમૂહમાં અનુપમ ખેર, રાણા ડગ્ગૂબાતી અને કેટલાંક અન્ય કલાકારો છે.












Click it and Unblock the Notifications
