ધર્મને લઈને અક્ષય કુમારનું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું?
બોલિવૂડના વિવાદીત અભિનેતા અક્ષય કુમાર તેની આવનારી ફિલ્મ ઓહ માય ગોડ 2 માં વ્યસ્ત છે. આ ફિલ્મનું ટીઝર પણ હાલમાં જ રિલિઝ થયુ છે. જો કે ફિલ્મ સિવાય તે આ દિવસોમાં અન્ય એક બાબતને લઈને વિવાદમાં આવ્યો છે. હવે ધર્મને લઈને તેનું એક નિવેદન વિવાદનું કારણ બન્યુ છે.
અક્ષય કુમાર આવનારી ફિલ્મ ઓહ માય ગોડમાં ભગવાન શંકરના રૂપમાં જોવા મળવાનો છે. ટીઝર સામે આવ્યા બાદ તેનો આ લુક સામે આવ્યો છે. જો કે હવે આ ટીઝર સાથે સાથે તેનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. અક્ષય કુમારનું આ નિવેદન વિવાદનું કારણ બની રહ્યું છે.

અક્ષયનું આ નિવેદન જુનું છે. અક્ષય કુમારે તેના એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું કોઈ ધર્મમાં માનતો નથી. હું માત્ર ભારતીય હોવાનું માનું છું અને મારી ફિલ્મ પણ એ જ બતાવે છે. ભારતીય હોવાનો વિચાર, પારસી કે હિંદુ કે મુસ્લિમ હોવાનો વિચાર, મેં ક્યારેય ધર્મના આધારે જોયા નથી. આ ઈન્ટરવ્યુ સૂર્યવંશી ફિલ્મની રિલીઝ વખતનો છે.
અહીં તને જણાવી દઈએ કે, અક્ષય કુમારે વર્ષ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ OmMGમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની સિક્વલમાં અક્ષય મહાદેવના અવતારમાં જોવા મળશે.
OMG 2 ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરાયુ છે.












Click it and Unblock the Notifications
