ગિનીઝ બુકમાં નોંધાઈ બૉસ, માયકલ જૅક્સનનો રેકૉર્ડ તોડ્યો
મુંબઈ, 10 ઑક્ટોબર : બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારની નવી ફિલ્મ બૉસે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન હાસલ કર્યું છે. ફિલ્મનો વિશ્વમાં તેના સૌથી મોટા પોસ્ટર માટે ગિનીઝ બુકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

બૉસ ફિલ્મના આ પોસ્ટરની પહોળાઈ 193 ફુટ ને 1 ઇંચ, જ્યારે લંબાઈ 180 ફુટ ને 2 ઇંચ છે. અક્ષયના ફૅન્સના જૂથ અક્ષય ટીમે આ પોસ્ટર બનાવ્યું છે. ગત 3જી ઑક્ટોબરના રોજ બ્રિટનના લિટલ ગ્રૅંસ્ડેન ઍરફીલ્ડ ખાતે આ પોસ્ટરનું અનાવરણ થયું. આ પોસ્ટર બનાવતા ચાર માસનો સમય લાગ્યો.
અક્ષય કુમારે પોતાની આ ખુશી ટ્વિટર ઉપર શૅર કરી છે. અક્ષયે ટ્વીટ કર્યું - દુનિયાના સૌથી મોટા પોસ્ટરનો ભાગ બનવું વિનમ્ર અનુભવ છે. આપ સૌના પ્રેમ બદલ આભાર. બૉસ ફિલ્મે પૉપ સ્ટાર માયકલ જૅક્સનની ડૉક્યુમેંટરી-મ્યુઝિક સમારંભ ફિલ્મ ધિસ ઇઝ ઇટનો રેકૉર્ડ તોડ્યો છે.












Click it and Unblock the Notifications
