Alia bhatt : બોલ્ડ મોનોકિનીમાં જલપરી બનીને થાઈલેન્ડના દરિયામાં મસ્તી કરતી જોવા મળી આલિયા ભટ્ટ, ફોટો વાયરલ
Alia bhatt : બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં વેકેશન પર છે. અભિનેત્રી પતિ રણબીર કપૂર અને દિકરી રાહા સાથે થાઈલેન્ડ પહોંચી છે.
આલિયા ભટ્ટ થાઈલેન્ડમાં દિલ ખોલીને મસ્તી કરી રહી છે. આલિયાએ તેના વેકેશન ફોટો શેર કરીને તેના ફેન્સને ઘાયલ કરી દીધા છે.

આલિયાએ હાલમાં જ તેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં આલિયા પોતાની બોલ્ડનેસ બતાવી રહી છે. ફોટોમાં આલિયા બોલ્ડ અંદાજમાં પાણીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.
આલિયાના ફેન્સને આલિયા ભટ્ટના થાઈલેન્ડ વેકેશનના ફોટા ખૂબ પસંદ આવી રહ્યા છે. ફોટોમાં આલિયા ભટ્ટે પણ દિલ ખોલાવીને પોતાનો બોલ્ડ લુક બતાવ્યો છે. આ ફોટોમાં તે બ્લેક રંગની મોનોકિની પહેરીને કાતિલ પોઝ આપી રહી છે.
અન્ય એક ફોટોમાં આલિયા ભટ્ટ દરિયામાં સ્પીડનો આનંદ લઈ રહી છે. આલિયા જેટ સ્કી ચલાવી રહી છે અને સનગ્લાસમાં ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે.
ફોટામાં આલિયા માથા પર હેલ્મેટ પહેરેલી જોવા મળી રહી છે. ફોટોમાં આલિયાએ સેલ્ફી પણ શેર કરી છે. આલિયાની ક્યુટ સેલ્ફી તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે.
આલિયાએ ફોટોમાં પોતાની પોસ્ટમાં સમુદ્રનો નજારો બતાવ્યો છે. ફોટોમાં ખુલ્લો સમુદ્ર દેખાય છે, જેમાં કેટલીક બોટ સ્પષ્ટપણે દેખાય છે. આલિયા ભટ્ટે આ ફોટાના કેપ્શનમાં લખ્યુ કે થાઇલેન્ડ ગયા પછી તેને ટેનિંગ થઈ ગયું હતું, જેના પર ચાહકોએ રમુજી ટિપ્પણીઓ કરી છે. આ ફોટા પર ઘણા ચાહકોએ હાર્ટ ઇમોજી મોકલ્યા છે.
આ પહેલા આલિયા ભટ્ટે તેના પતિ રણબીર કપૂર અને પુત્રી રિયા સાથેનો એક ફેમિલી ફોટો શેર કર્યો હતો. આ ફોટો પણ વાયરલ થઈ ગયો.












Click it and Unblock the Notifications
