For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે અર્જુનની દુલ્હન બની જ ગઈ આલિયા : જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 એપ્રિલ : હૅડિંગ વાંચીને ચોંકી ગયા ને? પરંતુ જે તસવીરો અમે આપને બતાવવાના છીએ, તે જોઈને તો આપ પણ એક વાર આ વાત સાચી માની લેશો, કારણ કે આજકાલ આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર બૉલીવુડમાં સૌથી ચર્ચિત જોડીઓમાંની એક છે.

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની ફિલ્મોની સફળતા માટે જેટલા ચર્ચિત અને જાણીતા છે, તેટલાં જ અફૅર્સ માટે પણ ચર્ચામાં રહેતા આવ્યાં છે. પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં તેમની સાથે ત્રણ હીરો હતાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન. આ ફિલ્મ સુપર હિટ થઈ અને આ સાથે જ આલિયા ભટ્ટ પણ સફળ થઈ ગયાં.

પ્રથમ સફળતા સાથે જ આલિયા ભટ્ટના અફૅરની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ અને સૌપ્રથમ તેમનું નામ જોડાયું વરુણ ધવન સાથે. આલિયા અને વરુણના પ્રેમ-પ્રકરણ અંગે ચર્ચાઓ ખૂબ ચાલી અને આલિયા ભટ્ટે પોતે જ આવી ચર્ચાઓને ફગાવી તેની ઉપર વિરામ મૂકી દીધું. આલિયાની બીજી ફિલ્મ હાઈવે આવી અને તે પણ હિટ રહી અને આલિયા બૉલીવુડમાં વધુને વધુ સફળતા તરફ વધતા ગયાં.

ગત શુક્રવારે આલિયા ભટ્ટની ત્રીજી ફિલ્મ 2 સ્ટેટ્સ રિલીઝ થઈ કે જેમાં તેમના હીરો અર્જુન કપૂર છે. આ ફિલ્મના શૂટિંગથી લઈ ફિલ્મની રિલીઝ સુધી તો આલિયા-અર્જુનના અફૅરની ચર્ચાઓ શરુ થઈ અને જોર પણ પકડ્યું. એટલું જ નહીં, 2 સ્ટેટ્સની પ્રેસ કૉન્ફરંસ માટેના એક નિમંત્રણ કાર્ડમાં તો રીતસર આલિયા-અર્જુનની સગાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે તો જે તસવીરો આપ જોશો, તેમાં આલિયા ભટ્ટ અર્જુન કપૂરના દુલ્હન તરીકે દેખાશે.

ચાલો જોઇએ અર્જુનની દુલ્હન આલિયાની તસવીરો :

શું કહે છે તસવીર

શું કહે છે તસવીર

આ તસવીર શું કહે છે? તસવીરમાં અર્જુન કપૂર વર અને આલિયા ભટ્ટ કન્યા તરીકે દેખાઈ રહ્યાં છે.

અફૅરની ચર્ચા

અફૅરની ચર્ચા

2 સ્ટેટ્સ ફિલ્મ બાદ એમ પણ આલિયા-અર્જુન વચ્ચે અફૅરની ચર્ચાઓ પુરજોશમાં ચાલી રહી છે.

હાથોમાં ફૂલ

હાથોમાં ફૂલ

આ તસવીરમાં આલિયા ભટ્ટ દુલ્હન તરીકે અર્જુનની બાહોમાં છે અને અર્જુનના હાથમાં ફૂલ પણ છે.

નોટ ઍ રીયલ

નોટ ઍ રીયલ

અરે ભાઈ, આ રીયલ તસવીરો નથી. આ તો ફોટોશૂટ છે કે જે આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરે હાર્પર બઝાર મૅગેઝીન માટે કરાવ્યું છે.

બ્રાઇડ વિશેષાંક

બ્રાઇડ વિશેષાંક

હાર્પર બઝારની એપ્રિલ 2014ની આવૃત્તિ બ્રાઇડ વિશેષાંક છે અને તેના કવર પેજ પર આલિયા ભટ્ટ તથા અર્જુન કપૂર વર-કન્યા તરીકે દેખાય છે.

English summary
There are many rumors about 2 States fame couple Alia Bhatt and Arjun Kapoor. Now, Alia Bhatt be a bride of Arjun Kapoor, but not in real life, on Harper S Bazaar Bride April 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X