આલિયા ભટ્ટના બેબી શાવરની તૈયારીઓ જોરશોરથી શરુ, મા અને સાસુ આપશે સરપ્રાઈઝ
આલિયા ભટ્ટના બેબી શાવરનુ આયોજન પણ જોરશોરથી ચાલી રહ્યુ છે. જાણો ક્યારે થશે.
મુંબઈઃ બૉલિવુડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. હાલમાં બંને તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તેમની આ ફિલ્મ રિલીઝના ત્રણ દિવસમાં જ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ હતી. ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બૉક્સ ઑફિસ પર પોતાનુ શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહી છે. આલિયા ભટ્ટે પણ તેની ગર્ભાવસ્થા દરમિયાન આ ફિલ્મનુ જોરદાર પ્રમોશન કર્યુ હતુ. ફિલ્મને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન સમાચાર છે કે આલિયા ભટ્ટના બેબી શાવરનુ આયોજન પણ જોરશોરથી ચાલી રહ્યુ છે.

બેબી શાવરનુ થઈ રહ્યુ છે પ્લાનિંગ
તમને જણાવી દઈએ કે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની રિલીઝના થોડા દિવસો પહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બેબી મૂન પર ગયા હતા. હકીકતમાં, એપ્રિલ 2022માં લગ્ન કર્યા પછી બંને તરત જ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. આ પછી આલિયાએ જૂન મહિનામાં જ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. બાદમાં ઓગસ્ટમાં કામમાંથી બ્રેક લઈને બંને બેબી મૂન પર ગયા હતા. હવે બંને પાસે ઘણા નવા પ્રોજેક્ટ છે પરંતુ આ બધાની વચ્ચે આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન અને સાસુ નીતુ કપૂરે સાથે મળીને કંઈક ખાસ પ્લાનિંગ કર્યુ છે.
મા અને સાસુ મળીને આલિયાને આપશે સરપ્રાઈઝ
પિંકવિલાના રિપોર્ટ અનુસાર આલિયાની માતા સોની રાઝદાન અને સાસુ નીતુ કપૂર આલિયા માટે કેટલાક ખાસ પ્લાન બનાવવામાં વ્યસ્ત છે. અહેવાલ છે કે બંને આલિયા માટે બેબી શાવરનુ આયોજન કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં માત્ર છોકરીઓ જ ભાગ લેશે. તમને જણાવી દઈએ કે બેબી શાવરનો આ કાર્યક્રમ મુંબઈમાં જ આયોજિત કરવામાં આવશે. જો કે હજુ સુધી એ નક્કી નથી થયુ કે આ ફંક્શન ઘરમાં યોજાશે કે બહાર.
બેબી શાવરમાં હશે માત્ર મહિલાઓ
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો આલિયાની બહેન શાહીન ભટ્ટ, કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, આકાંક્ષા રંજન સિંહ, નવ્યા નંદા, શ્વેતા બચ્ચન, આરતી શેટ્ટી અને આલિયાના બાળપણના મિત્રો આ બેબી શાવરમાં સામેલ થશે. આ સાથે આલિયાને શુભકામનાઓ આપવા માટે આ અવસર પર બૉલિવુડ ઈન્ડસ્ટ્રીની ઘણી ફીમેલ સેલેબ્સ પણ પહોંચશે.

આ ફિલ્મોમાં જોવા મળશે આલિયા
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ ટૂંક સમયમાં ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ જોવા મળશે. આ સિવાય આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન, શબાના આઝમી પણ મુખ્ય ભૂમિકામાં છે. આલિયા હલીવુડની ફિલ્મ 'હાર્ટ ઑફ સ્ટોન'માં પણ જોવા મળશે. આલિયા આ ફિલ્મ દ્વારા હૉલિવુડમાં ડેબ્યૂ કરી રહી છે.












Click it and Unblock the Notifications
