વરુણને વરણ કરવા માંગે છે આલિયા ભટ્ટ ?
મુંબઈ, 12 ફેબ્રુઆરી : સ્ટુડન્ટ ઑફ ધ ઈયર દ્વારા પોતાનું કૅરિયર શરૂ કરનાર વરુણ ધવન તથા આલિયા ભટ્ટ લાગે છે કે કૉલેજના અભ્યાસ સાથે અઢી અક્ષર પ્રેમના પણ ભણી બેઠાં છે. જાણવા મળે છે કે આલિયા-વરુણ આ વૅલેન્ટાઇન ડેએ કંઈક ખાસ કરવાનાં છે.

વરુણ ધવન અને આલિયા ભટ્ટની જોડી એસઓટીવાયમાં ખૂબ પસંદ કરાઈ હતી અને રીયલ લાઇફમાં પણ લાગે છે કે આ બંને પોતાની જોડીને હિટ કરવા માંગે છે. એસઓટીવાયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હતાં, પરંતુ આલિયા-વરુણ એક-બીજા સાથે વધુ અનુકૂળ લાગ્યાં. બંનેની જોડી લોકોને ગમી.
હાલ તો વિચારણીય બાબત એ છે કે વરુણ ધવન અને આલિયા ભટ્ટની રીયલ લાઇફ જોડી શું તેમના પરિવારને મંજૂર હશે? શું મહેશ ભટ્ટ ઇચ્છશે કે તેમના પુત્રી ડેવિડ ધવનના ઘર સાથે સંબંધ બાંધે? પૂજા ભટ્ટે પોતાની અંગત લાઇફ પોતાના કૅરિયરને ભેંટ ધરી દીધી, પરંતુ શું આલિયા પોતાના જીવનને કૅરિયર કરતાં વધુ મહત્વ આપશે?












Click it and Unblock the Notifications
