Paris Fashion Week 2024 માં આલિયા ભટ્ટે મહેફિલ લૂંટી, જુઓ ફોટો
Paris Fashion Week 2024 : બોલિવૂડની મોસ્ટ ક્યુટ અભિનેત્રી આલિયા ભટ્ટે પેરિસ ફેશન વીકમાં ડેબ્યુ કરતા જ ધમાલ મચાવી દીધી છે. અહીં આલિયાએ રેમ્પ પર ઉતરતાની સાથે જ મહેફિલ લૂંટી લીધી.
આલિયા ભટ્ટ લેક્મે ફેશન વીક માટે પેરિસ પહોંચી છે. આલિયા ભટ્ટ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. અહીંથી આલિયાનો લુક સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

આલિયા ભટ્ટે પેરિસ ફેશન વીકમાં કિલર સ્ટાઇલમાં એન્ટ્રી કરી છે. લોકો આલિયા ભટ્ટની હેરસ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે. આલિયા ભટ્ટનો લુક તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
અહીં આલિયા ભટ્ટે રેમ્પ પર જવા સિલ્વર બ્લેક ડિઝાઈનર ડ્રેસ પહેર્યો હતો. જેની સાથે આલિયા ભટ્ટનો સિલ્વર આઈ મેકઅપ તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવતો હતો. રેમ્પ વોક કરતા આલિયા ભટ્ટે તેના ફેન્સ અને મીડિયાને ફ્લાઈંગ કિસ આપી. ફોટોમાં આલિયા ભટ્ટની સ્માઈલ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
આલિયા ભટ્ટે રેમ્પ પર ઘણા હોલીવુડ સ્ટાર્સનો સામનો કર્યો. અહીં આલિયા ભટ્ટે આ તમામ સ્ટાર્સ સાથે શાનદાર પોઝ આપ્યા છે. હવે આલિયા ભટ્ટની આ તસવીરો લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
ચર્ચા છે કે લગ્ન પછી સ્ટાર્સની કરિયર બરબાદ થઈ જાય છે પરંતુ લગ્ન બાદ પણ આલિયા ભટ્ટ નવા અંદાજમાં જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
