આલિયાએ માતાને ‘દુનિયાની સૌથી સુંદર છોકરી’ ગણાવી
મુંબઈ, 25 ઑક્ટોબર : ભટ્ટ ખાનદાન પોતાની બોલ્ડનેસ માટે જાણીતો છે. એટલે જ તો આલિયા ભટ્ટે પોતાના માતાને તેમના જન્મ દિવસે દુનિયાની સૌથી સુંદર છોકરી કહી સંબોધી છે.

આલિયા ભટ્ટે માતા સોની રાઝદાનને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા માટે ટ્વિટરની પસંદગી કરી અને માતા તેમના જીવનમાં શું મહત્વ ધરાવે છે, તે અંગે બતાવ્યું. આલિયાએ શુક્રવારે ટ્વિટર પર લખ્યું - દુનિયાની સૌથી સુંદર છોકરી સોની રાઝદાનને જન્મ દિવસની શુભેચ્છાઓ. મમ્મી, હું આપને પ્રેમ કરુ છું.
નોંધનીય છે કે સોની રાઝદાન પણ એક શાનદાર અભિનેત્રી હતાં. તેમણે સારાંશ અને મૉનસૂન વેડિંગ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે.












Click it and Unblock the Notifications
