સિદ્ધાર્થ અને જેકલિનની ગાઢ મિત્રતાથી નારાજ આલિયા!!

Posted By:
Subscribe to Oneindia News

સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટે ભલે ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર નથી કર્યો, પરંતુ સૌ જાણે છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. સિદ્ધાર્થ-આલિયા બોલિવૂડના સ્વીટ કપલ્સમાંના એક છે. તાજેતરના સમાચાર અનુસાર આ બંન્ને વચ્ચે જેકલિન ફર્નાન્ડિઝના કારણે મોટો ઝગડો થયો છે. જી હા, સૂત્રો અનુસાર સિદ્ધાર્થ અને જેકલિનની વધુ પડતી ક્લોઝનેસને કારણે આલિયા નારાજ છે.

જેકલિન અને સિદ્ધાર્થની ફિલ્મ

જેકલિન અને સિદ્ધાર્થની ફિલ્મ

જેકલિન ફર્નાન્ડિઝ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાલમાં જ એક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જેકલિન અને સિદ્ધાર્થ ડાયરેક્ટર રાજ અને ક્રિષ્નાની આગામી ફિલ્મ 'રિલોલેડેડ'માં સાથે જોવા મળનાર છે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે અને આમ છતાં, બંન્ને હજુ પણ ઘણી વાર સાથે જોવા મળે છે.

જેકલિન અને સિદ્ધાર્થની મિત્રતા

જેકલિન અને સિદ્ધાર્થની મિત્રતા

મિડ ડે અનુસાર, શૂટિંગ પૂર્ણ થયા પછી પણ બંન્નેની ફ્રેન્ડલી મુલાકાતો હજુ ચાલુ જ છે. તેઓ અવારનવાર કોફી અને ડ્રિન્ક્સ માટે મળતા હોય છે. સિદ્ધાર્થની ગર્લફ્રેન્ડ આલિયાના કાને આ વાત પહોંચતા તે ગુસ્સે થઇ ગઇ છે.

કૉફી વિથ કરણ

કૉફી વિથ કરણ

કૉફી વિથ કરણની લેટેસ્ટ સિઝનમાં સિદ્ધાર્થ અને જેકલિન સાથે જોવા મળ્યાં હતા. આ એપિસોડમાં કરણે ખુલાસો કર્યો હતો કે, જેકલિનને ઘણીવાર સિદ્ધાર્થના ઘરે આવતા-જતાં સ્પોટ કરવામાં આવી છે. ત્યારે તો બંન્નેએ તેમની આગામી ફિલ્મના રિહર્સલ અને વર્કશોપનું બહાનું આગળ ધરી દીધું હતું. પરંતુ હવે શૂટિંગ પૂરું થયા બાદ પણ બંન્નેની મુલાકાતો ચાલુ રહેતાં આલિયાએ વાંધો ઉઠાવ્યો છે.

સિદ્ધાર્થ અને આલિયા વચ્ચે ઝગડો

સિદ્ધાર્થ અને આલિયા વચ્ચે ઝગડો

મિડ ડે અનુસાર, આ બાબતને લઇને સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા વચ્ચે ખાસો મોટો ઝગડો થયો છે. જેકલિન સાથેની સિદ્ધાર્થની વધતી નિકટતાથી આલિયા ખૂબ અપસેટ છે. એવા પણ સમાચાર છે કે આલિયાએ સિદ્ધાર્થ સાથેનું પોતાનું વેકેશન પણ કેન્સલ કરી દીધું છે.

કરણ જોહરની પાર્ટી

કરણ જોહરની પાર્ટી

કપૂર એન્ડ સન્સના શૂટિંગ સમયે સિદ્ધાર્થ અને આલિયા ક્લોઝ આવ્યા હતા અને તેમણે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસો પહેલાં જ કરણ જોહરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો, જેમાં સિદ્ધાર્થ અને આલિયા સાથે પહોંચ્યા હતા. અહીં આલિયાએ સિદ્ધાર્થના પેરેન્ટ્સ સાથે પણ મુલાકાત કરી હતી. એવી પણ વાતો હતી કે, આલિયા સિદ્ધાર્થની ફેમિલી સાથે વધુ હળેભળે એ માટે આ મુલાકાત ગોઠવવામાં આવી હતી.

English summary
It seems that all is not well between the rumoured love birds and the reason is Sidharth Malhotras Reload co-star Jacqueline Fernandez.
Please Wait while comments are loading...