આલિયા ભટ્ટે કર્યું એલાન- હવે હૉલીવુડ માટે પણ છે તૈયાર
આલિયા ભટ્ટે કર્યું એલાન- હવે હૉલીવુડ માટે પણ છે તૈયાર
આલિયા ભટ્ટ આજકાલ સતત ફિલ્મોમાં વ્યસ્ત છે. હાલ તે 17 તારીખે રિલીઝ થનાર અભિષેક વર્માની ફિલ્મ કલંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ વરુણ ધવન અને આદિત્ય રૉય કપૂરની અપોઝિટ જોવા મળશે. જે બાદ આલિયા ભટ્ટ એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. આલિયા ભટ્ટ પહેલીવાર તેલુગૂ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા જઈ રહી છે. ફિલ્મ માટે તે તેલુગૂ સીખી રહી છે અને ફિલ્મમાં આલિયા રામ ચરણ તેજા સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આલિયાએ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે તે આ ફિલ્મ બાદ હૉલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર થઈ શકે છે.

પહેલી અફવા
જો અફવાઓની શરૂઆત કરવામાં આવે તો અહેવાલ છે કે સંજય લીલા ભણસાલીએ બૈજૂ બાવરા રીમેકના રાઈટ્સ ખરીદ્યા બાદ સૌથી પહેલા આલિયા ભટ્ટનો જ હીરોઈ તરીકે સંપર્ક કર્યો છે.

બીજી અફવા
અહેવાલ હતા કે શકુન બત્રા, ધર્મા પ્રોડક્શન માટે ઓશો બાયોપિકની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ મા આનંદ શીલા અને આમિર ખાન, રજનીશ ઓશોના કેરેક્ટરમાં જોવા મળશે.

સૌથી મોટી અફવા
સૌથી મોટી અફવા આલિયા ભટ્ટના ખાનગી જીવન સાથે જોડાયેલી છે. આ વ્યસ્ત શેડ્યૂઅલ વચ્ચે રણબીર કપૂરની સાથે તેના લગ્નની અફવા જોરશોરથી ઉડી રહી છે. જો કે આલિયા કહી ચૂકી છે કે લગ્ન માટે હજુ તે બહુ નાની છે.

ઈંશાલ્લાહ
આલિયા ભટ્ટને લઈ સૌથી મોટું અનાઉસમેન્ટ કર્યું છે ભણસાલી પ્રોડક્શને. સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં આલિયા ભટ્ટ, સલમાન ખાની સાથે જોવા મળશે. ફિલ્મનું નામ ઈંશાલ્લાહ હશે.

રાજામૌલીની હીરોઈન
એસ એસ રાજામૌલીની ફિલ્મ RRRમાં આલિયા ભટ્ટ, રામ ચરણ તેજા સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આલિયા ભટ્ટનો આ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ હશે. પિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા છે. ફિલ્મમાં અજય દેવગન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

સડક 2
આટલી ફિલ્મો બાદ આલિયાને પાપા મહેશ ભટ્ટની હોમ પ્રોડક્શન સડક 2માં પણ કામ કરવાનું છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, સંજય દત્તની દીકરીની ભૂમિકામાં જોવા મળશે.

તખ્ત
કરણ જૌહરની તખ્તમાં આલિયા ભટ્ટ કરીના કપૂર અને રણવીર સિંહ સાથે જોવા મળશે. ફિલ્મ મુગલ સુલ્તનત પર બનેલ પીરિયડ ડ્રામા છે.

અરુણિમા સિન્હા બાયોપિક
અહેવાલ મુજબ આલિયા ભટ્ટને અરુણિમા સિન્હા બાયોપિક માટે પણ ફાઈનલ કરી લેવામાં આવી છે. ફિલ્મને ધર્મા પ્રોડક્શન્સ જ પ્રોડ્યૂસ કરશે. ફિલ્મ પહેલા કંગના રાણાવતને ઑફર કરવામાં આવી હતી.

કલંક
આલિયા ભટ્ટ 17 એપ્રિલે કલંકમાં વરુણ ધવન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ફિલ્મ 40માં દશકામાં બનેલ એક પીરિયડ ડ્રામા છે જેને અભિષેક વર્માએ ડિરેક્ટ કરી છે. આલિયાની સાથે અભિષેકે 2 સ્ટેસ્ટ કરી હતી જે પોતાની ડેબ્યૂ ફિલ્મ હતી.

બ્રહ્માસ્ત્ર
હાલ સૌની નજર ટકી છે આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થનાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પર. ફલ્મને યે જવાની હૈ દિવાનીના ડિરેક્ટર અયાન મુખરજી ડિરેક્ટ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
