આલિયા ભટ્ટે ખોલ્યા પોતાના વિશે રસપ્રદ રાઝ, પિડાય છે આ બિમારીથી
બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે થોડા સમય પહેલા જ પોતાના વિશે અમુક રસપ્રદ વાતો જણાવી છે. તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે 30ની વર્ષ થવા પર પોતાના વિશે અમુક ખાસ ફેક્ટ્સ જણાવી છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તમામ વસ્તુઓ શેર કરતી રહે છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં આલિયાએ લંડનમાં પોતાનો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો હતો. આલિયા ભટ્ટ તેની પુત્રીના ઉછેરની સાથે વર્ક ફ્રન્ટ પર પણ પાછી આવી ચૂકી છે. અહીં જાણો આલિયા વિશે કેટલીક રસપ્રદ વાતો...

આલિયા એકદમ અવ્યવસ્થિત છે. સેલિબ્રિટી હોવાને કારણે તેને લોકોથી ઘેરાયેલા રહેવુ પડે છે પરંતુ જ્યારે કોઈ તેના ખભો થપથપાવે ત્યારે તે ચિડાઈ જાય છે.
આલિયા ભટ્ટ એક આંત્રપ્રિન્યોર પણ છે. તેની પાસે એડ-એ-મમ્મા નામની કપડાંની બ્રાન્ડ છે. તેને વિન્ડો શોપિંગ બિલકુલ પસંદ નથી પરંતુ તે ઑનલાઈન શોપિંગમાં ઘણી સારી છે.
આટલી મોટી અભિનેત્રી હોવા છતાં, આલિયાને આંખ કઈ રીતે મારવી તે ખબર નથી. આ ઉપરાંત, તે તેની બહેન શાહીન ભટ્ટને વિચિત્ર પ્રશ્નો પૂછે છે અને આશા રાખે છે કે તેની પાસે તે બધાના જવાબો હશે.
જ્યારે તે અસ્વસ્થ હોય, ચિડાય કે ગુસ્સામાં હોય, ત્યારે તેને 'ફ્રેન્ડ્સ'ના એપિસોડ જોવાનુ ગમે છે. આલિયા ભટ્ટનો લકી નંબર 6, 9, 1 અને 8 છે.
આલિયા ભટ્ટ વિશે એક ખૂબ જ રસપ્રદ વાત છે જે ભાગ્યે જ કોઈ જાણતુ હશે. તે ક્યારેક તેના સપનાને નિયંત્રિત કરી શકે છે. તેને 'નિક્ટોફોબિયા' પણ છે જેમાં વ્યક્તિ અંધારાથી ડરે છે.
જ્યારે આલિયા નાની હતી ત્યારે તેને મહેંદી અને તેની સુગંધ ખૂબ જ પસંદ હતી. જો કે, તેના લગ્નના દિવસે, તે મહેંદી લગાવતી વખતે ખૂબ જ કંટાળી ગઈ હતી.












Click it and Unblock the Notifications
