Pics : હું કોઈ સ્ટાર નથી, હજી તો શીખી રહી છું : આલિયા

મુંબઈ, 7 ઑક્ટોબર : કરણ જૌહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરનાર આલિયા ભટ્ટનું કહેવું છે કે તેઓ પોતાને સ્ટાર નથી ગણતાં, બલ્કે તેઓ તો હજી એક્સપેરિમેંટ્સ કરી રહ્યાં છે અને શીખી રહ્યાં છે. માત્ર એક્ટિંગમાં જ નહીં, પણ પોતાના લુક્સ તથા ફૅશન અને સ્ટાઇલમાં પણ તેઓ ઘણા પરિવર્તનો કરતાં રહે છે કે જેથી તેમને પ્રતીતિ થાય કે તેઓ કઈ વસ્તુમાં અને કેવી રીતે વધુ સુંદર તથા બેસ્ટ દેખાય.

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર બાદ આલિયા ભટ્ટે ઇમ્તિયાઝ અલીની હાઈવે ફિલ્મ સાઇન કરી હતી કે જેનું શૂટિંગ પૂર્ણતાના આરે છે. હાઈવેમાં આલિયા ભટ્ટ સાથે રણદીપ હુડા મુખ્ય ભૂમિકામાં છે. આલિયાએ એક ઈવેંટમાં જણાવ્યું - મને અભિનયનો બહુ વધારે અનુભવ નથી. હું સ્ટાર નથી, પણ શીખી રહી છું. સ્ટા બનવા સુધીનો એક લાંબો માર્ગ છે. હું પોતાના દિગ્દર્શકો પર જ મહદઅંશે નિર્ભર છું.

આવો તસવીરો સાથે જાણીએ વધુમાં શું કહે છે આલિયા ભટ્ટ :

હાઈવે રફ વાર્તા

હાઈવે રફ વાર્તા

આલિયા ભટ્ટે જણાવ્યું - હાઈવે ફિલ્મ મારા માટે થોડીક મુશ્કેલ રહી. આ થોડીક હાર્ડ પાત્રો ધરાવતી અને મુશ્કેલ રફ વાર્તા ધરાવતી ફિલ્મ છે.

રણદીપે કરી મદદ

રણદીપે કરી મદદ

આલિયાએ જણાવ્યું - હાઈવેના શૂટિંગ દરમિયાન રણદીપ હુડાએ બહુ મદદ કરી. રણદીપ મને ઘણી બધી ટિપ્સ આપતા હતાં.

એક્સપેરિમેંટ કરતાં રહેવું

એક્સપેરિમેંટ કરતાં રહેવું

આજની યુવાતીઓના આઇકૉન બની ચુકેલા આલિયા કહે છે - યંગ જનરેશને ક્યારેય પણ એક્સપેરિમેંટ મુદ્દે પીછેહઠ કરવી જોઇએ નહીં. તેઓએ સતત એક્સપેરિમેંટ કરતાં રહેવું જોઇએ.

નવા ફૅશન ટ્રેન્ડ એક્સપ્લેર થશે

નવા ફૅશન ટ્રેન્ડ એક્સપ્લેર થશે

આલિયા કહે છે - એક્સપેરિમેંટ કરતાં જ તો જાણવા મળશે કે તેમની ઉપર શું સારૂં લાગે છે અને તે જ બહાને તેઓ કેટલાંક નવા ફૅશન ટ્રેન્ડ પણ એક્સપ્લોર કરી લેશે.

હાઈવે પૂર્ણતાના આરે

હાઈવે પૂર્ણતાના આરે

આલિયા ભટ્ટની બીજી ફિલ્મ હાઈવે હશે કે જેનું શૂટિંગ પૂર્ણતાના આરે છે. આલિયા ભટ્ટ તે પછી કરણ જૌહરની બીજી ફિલ્મ 2 સ્ટેટ્સ કરી રહ્યાં છે કે જે એક ખૂબ જ પ્રસિદ્ધ નવલકથા પર આધારિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X