Alia Bhatt: ચોરીછૂપે ફોટો પાડવા પર ગુસ્સે થઈ આલિયા ભટ્ટ, મુંબઈ પોલીસને મીડિયા વિરુદ્ધ કરી ફરિયાદ
બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે મીડિયા વિરુદ્ધ મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે. તેણે પોતાની સાથે બનેલી એક ઘટના શેર કરી છે.
Alia Bhatt: બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે મીડિયા વિરુદ્ધ મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે. તેણે પોતાની સાથે બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરીને જણાવ્યુ કે કેવી રીતે તેની પ્રાઈવસીનુ હનન થયુ છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાની આપવીતી શેર કરીને આલિયા ભટ્ટે મુંબઈ પોલીસને આની ફરિયાદ કરી છે. સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની પોસ્ટ બાદ તેને તમામ ફિલ્મી હસ્તીઓ અને અલગ-અલગ ક્ષેત્રના લોકોનુ સમર્થન મળી રહ્યુ છે. અનુષ્કા શર્માએ આ ઘટનાની નિંદા કરીને કહ્યુ કે આ પહેલી વાર નથી થયુ જ્યારે આ લોકોએ આવી હરકત કરી છે.

આલિયાએ શેર કરી સમગ્ર ઘટના
આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે એક ફોટો પણ શેર કર્યો છે. આ પોસ્ટમાં આલિયા ભટ્ટે લખ્યુ, શું આ મજાક છે, હું મારા ઘરમાં હતી, લિવિંગ રૂમમાં બપોરે ખૂબ જ આરામથી આરામ કરી રહી હતી ત્યારે મને લાગ્યુ કે કોઈ મને જોઈ રહ્યુ છે. મે ઉપર જોયુ, ત્યાં બે લોકો મારી પડોશી બિલ્ડીંગની ટેરેસ પરથી કેમેરા વડે મારી તસવીર ક્લિક કરી રહ્યા હતા. કઈ દુનિયામાં આ કરવુ યોગ્ય છે? આ વ્યક્તિની ગોપનીયતાનુ સંપૂર્ણ ઉલ્લંઘન છે. કોઈપણ વસ્તુની એક મર્યાદા હોવી જોઈએ, તમે તેને ઓળંગી શકતા નથી, તે કહેવુ બિલકુલ સાચુ છે કે આજે બધી મર્યાદાઓ ઓળંગી દેવામાં આવી હતી. આલિયા ભટ્ટે આ પોસ્ટમાં મુંબઈ પોલીસને ટેગ કરી છે.

ઘણા સેલેબ્સ આવ્યા સમર્થનમાં
અગાઉ રણબીર અને આલિયાએ પાપારાઝીને ગોપનીયતા માટે અપીલ કરી હતી અને જ્યારે તે તેના બાળક સાથે હોય ત્યારે ફોટા ક્લિક ન કરવા જણાવ્યુ હતુ. આલિયા ભટ્ટે જે રીતે સોશિયલ મીડિયા પર તેની સ્ટોરી પર આ પોસ્ટ શેર કરી, તે પછી તેની બહેન શાહીન ભટ્ટ અને અર્જુન કપૂર તેના સમર્થનમાં આવ્યા. અર્જુને લખ્યુ, આ ખૂબ જ શરમજનક છે, આ કોઈ પણ સીમાનુ ઉલ્લંઘન છે, જો કોઈ મહિલા પોતાના ઘરમાં સુરક્ષિત અનુભવી રહી નથી. તેનાથી કોઈ ફરક પડતો નથી કે તે પબ્લિક ફિગર છે કે નથી.

આ સંપૂર્ણપણે ગોપનીયતાનુ ઉલ્લંઘન
શાહીન ભટ્ટે લખ્યુ કે શું આ યોગ્ય છે કે તમે તમારા ઝૂમ લેન્સને લોકોના ઘરમાં લગાવો છો, તે પણ માત્ર કન્ટેન્ટ માટે. મોટા થઈ જાવ, કેમેરા સાથે, બીજી તરફ છૂપાઈને, આ રીતના ફોટા લેવા, જ્યારે મહિલાને ખબર પણ ના હોય, તેની મંજૂરી વિના એ બિલકુલ ખોટુ છે. તે પણ એના ઘરની અંદરનો ફોટો. આ સંપૂર્ણપણે ગોપનીયતાનુ ઉલ્લંખઘન છે.












Click it and Unblock the Notifications
