સડક 2: સુશાંત સિંહ અને આલિયા ભટ્ટ રોમાન્સ કરતા જોવા મળશે

સડક ફિલ્મના 27 વર્ષ બાદ મેકર્સ તેની સિક્વલ બનાવવાની યોજના બનાવી રહ્યા છે અને તેમાં સંજય દત્ત પણ આ ફિલ્મમાં જોવા મળશે.

મહેશ ભટ્ટની ફિલ્મ જેમાં સંજય દત્ત અને પૂજા ભટ્ટ જોવા મળ્યા હતા અને ફિલ્મે જોરદાર ધમાકો કર્યો હતો... હા અમે વાત કરી રહ્યા છે ફિલ્મ 'સડક' ની, 1991 માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી હતી. સમાચાર છે કે આ ફિલ્મના 27 વર્ષ બાદ મેકર્સ તેની સિક્વલ બનાવવાની યોજના બનાવી રહ્યા છે અને તેમાં સંજય દત્ત પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત સમાચાર છે કે ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત જોવા મળશે તેમજ તેની જોડી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે જોવા મળી શકે છે.

સુશાંત સિંહ રાજપૂતે એક ટ્ટવિટ કર્યુ

સુશાંત સિંહ રાજપૂતે એક ટ્ટવિટ કર્યુ

આ વાતની શરૂઆત ત્યારે થઈ જ્યારે સુશાંત સિંહ રાજપૂતે એક ટ્વિટ કર્યુ અને મહેશ ભટ્ટને લખ્યુ કે... ‘તમે તમારો બહુમૂલ્ય સમય આપ્યો તેના માટે હું આભાર પ્રગટ કરવાનું ભૂલી ગયો હતો કે જે હું અત્યારે કરી રહ્યો છુ અને હું ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યો હતો. આ આશા રાખુ છુ કે તમે મારી અહીં વ્યક્ત કરેલી ભાવનાઓનું સમ્માન કરશો.. તમે કહ્યુ હતુ કે જે કરવાની જરૂરત છે તે થવુ જોઈએ. આશા છે કે તમે મારી સાથે ઈન્સાફ કરશો.'

સડકની સિક્વલ 'સડક 2'

તમને જણાવી દઈએ કે આ સુપરહિટ ફિલ્મની સિક્વલ ઘણી વધુ ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની તારીખના સમાચારો તો હજુ નથી આવ્યા પરંતુ ફિલ્મ 19 નવેમ્બર 2019 ના રોજ રિલીઝ કરવામાં આવશે. આના માટે મહેશ ભટ્ટે કહ્યુ કે, ‘મે અગાઉ પણ કહ્યુ હતુ કે કહાનીમાં ઘણા ઈમોશન છે અને આ ફિલ્મને મે 90 ના દાયકામાં બનાવી હતી. જ્યારે દર્શકોનું ગળુ ભરાઈ ગયુ હતુ.'

ફિલ્મ 'પ્રસ્થાનમ' માટે શૂટિંગ

ફિલ્મ 'પ્રસ્થાનમ' માટે શૂટિંગ

જો કે સંજય દત્ત હાલમાં ઘણી ફિલ્મો કરી રહ્યા છે અને ઘણા બિઝી છે. હાલમાં તે ફિલ્મ 'પ્રસ્થાનમ' માટે શૂટિંગ કરી રહ્યા છે જેના નિર્માતા તે પોતે જ છે અને સાથે અભિનય પણ કરતા જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X