Pics : હૃતિકના રંગ-રૂપ ઉપર વારી જતાં આલિયા ભટ્ટ
મુંબઈ, 28 જૂન : આ બાબતથી સૌ વાકેફ છે કે આલિયા ભટ્ટ અભિનય કરી શકે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે તેઓ પેંટિંગ પણ કરે છે. આલિયાએ જણાવ્યું કે જો તેમને મોકો મળે, તો તેઓ અભિનેતા હૃતિક રોશનની પેંટિંગ બનાવવા માંગશે. આલિયાની નજરે જોઇએ તો હૃતિકનો રંગ-રૂપ યૂનાની દેવતા જેવો છે.
મુંબઈ ખાતે આર્ટ ગૅલેરી સ્પ્લાશના ઉદ્ઘાટન સમારંભમાં આલિયાએ જણાવ્યું - હું હૃતિક રોશનની પેંટિંગ બનાવવું પસંદ કરીશ. તેઓ યૂનાની દેવતા જેવા લાગે છે, પણ મને નથી લાગતું કે હું તેમની તસવીર બનાવી શકીશ, કારણ કે હું પૉર્ટ્રેટ નથી બનાવી શકતી. હકીકતમાં 20 વર્ષીય આલિયા ચારકોલ પેંટિંગ બનાવે છે. તેઓ કલાત્મક ચિત્રો બનાવવાનું પસંદ કરે છે અને તેના વડે પોતાના રૂમને શણગારે છે. આલિયા ભટ્ટ સિંહના ચિત્રો ધરાવતી પેંટિંગ્સ પસંદ કરે છે.
સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર આલિયા ભટ્ટની આગામી ફિલ્મોમાં હાઈવે અને ટૂ સ્ટેટ્સનો સમાવેશ થાય છે.
આવો તસવીરો સાથે જોઇએ શું કહે છે આલિયા ભટ્ટ :

સિંહની તસવીરો ગમે છે
આલિયા ભટ્ટે જણાવ્યું - મને સિંહની ચિત્રકારી કરવી ગમે છે. એક વાર મેં કરી પણ હતી, પરંતુ તે સારી નહોતી બનાવી શકી.

બે માસ કામ નથી
આલિયા ભટ્ટ બે માસ માટે ફ્રી છે. તેઓ કહે છે - મારી પાસે બે માસનો ખાલી સમય છે, તો હું વિચારી રહી છું કે ફરીથી પ્રયત્નો શરૂ કરાય.

હાઈવેનું શૂટિંગ પૂર્ણ
આલિયા ભટ્ટે તાજેતરમાં જ હાઈવે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે કે જેમાં તેમના નાયક રણદીપ હુડા છે.

ટૂ સ્ટેટ્સનું શૂટિંગ ચાલુ
આલિયા હાલ અર્જુન કપૂર સાથે ટૂ સ્ટેટ્સ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મના દિગ્દર્શક અભિષેક વર્મન છે.












Click it and Unblock the Notifications
