For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આલિયા ભટ્ટે લખ્યો ખોટો સ્પેલિંગ, અમિતાભ બચ્ચને સુધાર્યો

અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ અંગે આલિયા ભટ્ટ ઘણી ઉત્સાહી છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવા અંગે તેણે પોતાનો અનુભવ શેર કર્યો. પરંતુ અહીં તેનાથી એક સ્પેલિંગની ભૂલ થઈ ગઈ.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ-અમિતાભ બચ્ચન સાથે હાલમાં ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' નું શૂટિંગ કરી રહી છે. આ પહેલી વાર છે જ્યારે આલિયા ભટ્ટ અમિતાભ બચ્ચન સાથે કોઈ ફિલ્મના શૂટિંગમાં જોવા મળવાની છે. અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ અંગે આલિયા ભટ્ટ ઘણી ઉત્સાહી છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવા અંગે તેણે પોતાનો અનુભવ શેર કર્યો. પરંતુ અહીં તેનાથી એક સ્પેલિંગની ભૂલ થઈ ગઈ.

આલિયા ભટ્ટે લખ્યો ખોટો સ્પેલિંગ

આલિયા ભટ્ટે લખ્યો ખોટો સ્પેલિંગ

આલિયા ભટ્ટે એક શબ્દનો ખોટો સ્પેલિંગ લખી દીધો જેને અમિતાભ બચ્ચને વાંચ્યો અને સુધાર્યો. આના પર સોશિયલ મીડિયા યુઝર્સે ઘણુ ટ્વિટ કર્યુ. આલિયા ભટ્ટના અંગ્રેજી વિશે સોશિયલ મીડિયા યુઝર્સે ફની કોમેન્ટ્સ કર્યા.

અમિતાભ બચ્ચન સાથે કામ કરવુ શાનદારઃ આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે ટ્વિટ કર્યુ હતુ કે, ‘અમિતાભ બચ્ચન સાથે કામ કરવુ શાનદાર છે. આજે તેમણે પેક અપના એક કલાક પહેલા જ પોતાનું શૂટ ખતમ કરી દીધુ તેમછતાં તે સેટ પર ક્યૂ (ques) આપવા રોકાઈ રહ્યા. હું કહી નથી શકતી કે સેટ પર તેમને જોઈને હું ઘણુ બધુ શીખી રહી છુ.' અંગ્રેજીમાં લખેલા આ ટ્વિટમાં આલિયા ભટ્ટે ક્યૂનો સ્પેલિંગ ખોટો લખી દીધો. આલિયાએ cues ની જગ્યાએ ques લખી દીધુ.

અમિતાભે પકડી આલિયાની ભૂલ

અમિતાભે પકડી આલિયાની ભૂલ

આલિયા ભટ્ટની આ ભૂલને અમિતાભ બચ્ચને પકડી લીધી અને તેને રિપ્લાય કર્યુ. અમિતાભે લખ્યુ- "હાં... આલિયા તમે બેસ્ટ છો. તમારી સજ્જનતા માટે આભાર... અને... તે cues હોય છે ques નહિ. તમે બહુ ક્યુટ છો."

English summary
alia bhatt wrote wrong spelling amitabh bachchan improves
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X