હરીફો પણ હરખાયાં : ગો ગો ગો આલિયા... ગોઇંગ ટુ બી બિગેસ્ટ સ્ટાર!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 21 ફેબ્રુઆરી : બૉલીવુડની નવી-નટખટ અને ક્યૂટ અભિનેત્રી આલિયા ભટ્ટ છેલ્લા કેટલાંક દિવસથી સતત ચર્ચામાં છે અને આજે જ્યારે હાઈવે રિલીઝ થઈ છે, ત્યારે આલિયા ઉપર ચોતરફથી વખાણનો વરસાદ થઈ રહ્યો છે. હાઈવેમાં આલિયાનો અભિનય જોઈ માત્ર આલિયાના ફૅન્સ જ નહીં, પણ તેમના હરીફો પણ હરખઘેલા થઈ ગયાં છે.

બૉલીવુડ જગતમાં એમ તો બે સમકાલીન કલાકારો વચ્ચે કાં તો ખૂબ પ્રેમ અને મૈત્રી હોય અને કાં તો પછી કટ્ટર હરિફાઈ હોય. વધુ દૂર જવાની ક્યાં વાત છે. જુહી ચાવલા અને માધુરી દીક્ષિત તાજા જ દાખલા છે કે જેઓ બે દાયકાના બૉલીવુડ કૅરિયર દરમિયાન પહેલી વાર કોઈ ફિલ્મમાં એક સાથે આવી રહ્યાં છે. સફળતાના દોરમાં જુહી-માધુરી વચ્ચે કટ્ટર હરિફાઈ હતી, પરંતુ આલિયાની બાબતમાં હાલ એવું કંઈ જ નથી.

બૉલીવુડમાં આલિયા ભટ્ટે હજી બે વરસ પહેલા જ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે પ્રવેશ કર્યો છે અને આજે તેમના કૅરિયરની બીજી ફિલ્મ હાઈવે રિલીઝ થઈ છે. જોકે આ દરમિયાન બૉલીવુડમાં આલિયાને ટક્કર આપવા અનેક નવી-નવી અભિનેત્રીઓ ઉપસી આવી. તેમાં પણ આલિયા અને પરિણીતી ચોપરા વચ્ચેનો ખટરાગ તો હૅડલાઇન્સ પણ બની ચુક્યો છે, તો બીજી બાજુ આશિકી 2 ફિલ્મ દ્વારા પ્રસિદ્ધિ પામનાર શ્રદ્ધા કપૂર પણ આલિયા ભટ્ટ માટે હરીફ જ ગણાય. આમ છતાં આલિયા ભટ્ટ માટે સારી બાબત એ છે કે પરિણીતી અને આલિયા વચ્ચે ખટરાગની બાબત તે બંનેએ જ નકારી કાઢી અને સ્વસ્થ હરિફાઈ ગણાવી, તો શ્રદ્ધા પણ આલિયા અંગે મન ખુલ્લુ જ રાખે છે.

આ બાબત આજે ફરી એક વાર સાબિત થઈ ગઈ કે જ્યારે હાઈવે ફિલ્મ રિલીઝ થતાની સાથે આલિયા ભટ્ટને શુભેચ્છાઓ અને તેમના વખાણ કરનારાઓમાં સૌથી પહેલુ નામ પરિણીતી ચોપરાનુ હતું, તો શ્રદ્ધા કપૂર પણ આલિયાના વખાણ કરતા પોતાની જાતને રોકી ન શક્યાં.

ચાલો તસવીરો સાથે જોઇએ આલિયા પ્રત્યેક હરખઘેલા થયેલ હરીફો વિશે :

હરીફો પણ હરખાયાં

હરીફો પણ હરખાયાં

આલિયા ભટ્ટની બીજી ફિલ્મ હાઈવે આજે રિલીઝ થઈ છે અને તેમના હરીફોએ તેમની ઉપર ‘તમે સૌથી મોટા સ્ટાર બનવા જઈ રહ્યા છો...' જેવી ઉત્સાહજનક ટિપ્પણીઓનો વરસાદ કરી નાંખ્યો છે.

ગો ગો ગો આલિયા

ગો ગો ગો આલિયા

પરિણીતી ચોપરાએ ટ્વીટ કર્યું - આગળ હજુ આગળ વધો આલિયા! હાઈવે અત્યંત સફળ થવા જઈ રહી છે અને તમે સર્વશ્રેષ્ઠ તથા અત્યાર સુધીના સૌથી મોટા અભિનેત્રી બનવા જઈ રહ્યા છો.

વિવાદ થયો હતો

વિવાદ થયો હતો

આ એ જ પરિણીતી ચોપરા છે કે જેમના અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી કે આલિયા ભટ્ટ સાથે તેમને ખટરાગ છે અને બંને વચ્ચે કોલ્ડ વૉર ચાલે છે. જોકે બંનેએ કૉફી વિથ કરણ શોમાં જઈ તમામ ખુલાસાઓ કરી દીધા હતા અને તેનું ખંડન કરતા જણાવ્યુ હતું કે અમારી વચ્ચે સ્વસ્થ સ્પર્ધા હોઈ શકે, ખટરાગ નહીં.

ભાગ્ય તમારો સાથ આપે આલિયા

ભાગ્ય તમારો સાથ આપે આલિયા

આશિકી 2ના અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ટ્વીટ કર્યું - હાઈવે જોવાનો ઇંતેજાર નથી કરી શકતી. ભાગ્ય તમારો સાથ આપે આલિયા.

હાઈવે પર રાધાને જરૂર જુઓ

હાઈવે પર રાધાને જરૂર જુઓ

આલિયની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં સાથે કામ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ ટ્વીટ કર્યું - આજે હાઈવે પર રાધાને જરૂર જુઓ. શુભેચ્છા આલિયા. સારી વાતો સાંભળી રહ્યો છું. બહુ ઉત્સાહિત છું. બહુ બધો પ્રેમ.

હવે 2 સ્ટેટ્સમાં આલિયા

હવે 2 સ્ટેટ્સમાં આલિયા

આલિયા ભટ્ટની ત્રીજી ફિલ્મ 2 સ્ટેટ્સ છે કે જે 18મી એપ્રિલે રિલીઝ થવાની છે.

English summary
Actress Alia Bhatt, whose second film “Highway” hit theatres Friday, has been showered with luck and encouraging words like “you are going to be the biggest star” by her contemporaries like Parineeti Chopra and Shraddha Kapoor.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.