Pics : આલિયા-પરિણીતી વચ્ચે કોઈ ખટરાગ નથી?
મુંબઈ, 7 ફેબ્રુઆરી : શું પરિણીતી ચોપરા અને આલિયા ભટ્ટ વચ્ચે કોઈ ખટરાગ નથી? જેમ કે છેલ્લા કેટલાક દિવસથી અફવાઓ ચાલી રહે છે, તે જોતા હવે આ બાબતે સ્પષ્ટીકરણ થવું જરૂરી થઈ ગયું છે અને કદાચ એટલે જ આ બંને અભિનેત્રીઓ હવે ખુલીને સૌની સામે આવવા તૈયાર છે.
મળતી માહિતી મુજબ પરિણીતી ચોપરા અને આલિયા ભટ્ટ ફિલ્મ નિર્માતા કરણ જૌહરના ચૅટ શો કૉફી વિથ કરણમાં ટુંકમાં જ એક સાથે જોવા મળશે. પરિણીતી કહે છે કે તેઓ આ શોમાં એટલા માટે ગયાં, કારણ કે તેઓ આલિયા સાથે ખટરાગની અફવાઓને સમાપ્ત કરવા માંગતા હતાં. પરિણીતીએ આ ખુલાસો ગુરુવારે હસી તો ફસી ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે યોજાયેલા પ્રેસ કૉન્ફરંસ દરમિયાન કર્યો.
ચાલો તસવીરોમાં જોઇએ પરિણીતી શું કહી રહ્યાં છે? :

વિવાદનો અંત કરવા...
પરિણીતી ચોપરાએ જણાવ્યું - અમે હકીકતમાં કૉફી વિથ કરણ શોમાં સૌને એમ બતાવવા ગયાં કે અમારી વચ્ચે કોઈ વિવાદ નથી.

આલિયા મિત્ર
પરિણીતીએ જણાવ્યું - આલિયા ભટ્ટ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર રિલીઝ થતા પહેલાથી જ મારી મિત્ર છે. અમારી વચ્ચે કંઇ પણ બદલાયું નથી.

આલિયા બીજી વખત
આલિયા ભટ્ટ કૉફી વિથ કરણમાં બીજી વખત આવી રહ્યાં છે.

પરિણીતીને સલાહ
આલિયા ભટ્ટ આ અગાઉ સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન સાથે આ શોમાં પહોંચ્યા હતાં અને પરિણીતીને પોતાના ડ્રેસિંગ સ્ટાઇલમાં માટે થોડીક મદદ લેવાની સલાહ આપી હતી.

મને વાંધો નથી
પરિણીતીએ જણાવ્યું - આલિયાએ એક મિત્રની જેમ કહ્યું કે પરિણીતીએ પોતાના પહેરવેશ પ્રત્યે સાવધ રહેવું જોઇએ. હવે આ શોમાં સાથે આવી અમે બતાવવા માંગીએ છીએ કે અમારી વચ્ચે કોઈ તકરાર નથી.

સિદ્ધાર્થ-પરિણીતી
હસી તો ફસી ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે પરિણીતી સાથે તેમના હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હાજર રહ્યા હતાં.

કરણ જૌહર
હસી તો ફસીના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે કરણ જૌહર.












Click it and Unblock the Notifications
