Allu Arjun B'day: 7 કરોડની વેનિટી વેન, પ્રાઈવેટ જેટ, 125 કરોડ ફી, જાણો સ્ટાઈલિશ સ્ટારની કુલ સંપત્તિ

Allu Arjun Birthday: સાઉથ ફિલ્મોના દમદાર એક્ટર અને સ્ટાઈલિશ સ્ટાર પુષ્પા ફેમ અલ્લૂ અર્જૂન આજે દેશમાં ખૂબ જ લોકપ્રિય થઈ ચૂક્યા છે. પુષ્પાઃ ધ રાઈઝ બાદથી અલ્લૂ અર્જૂને દેશ-વિદેશમાં એક ઓળખ બનાવી.

ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝે બૉક્સ ઑફિસ પર જોરદાર કમાણી કરી. આજે અલ્લૂ અર્જૂનને 41મો જન્મદિવસ છે. આવો તેના જન્મદિવસે જાણીએ તેની કુલ સંપત્તિ અને કમાણી વિશે.

Allu Arjun

અલ્લુ અર્જૂન વૈભવી જીવનશૈલી જીવે છે. તેની ગણતરી સાઉથ ઈન્ડસ્ટ્રીના ધનિક કલાકારોમાં થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુન એક ફિલ્મ માટે 125 કરોડ રૂપિયા લે છે. અલ્લુ અર્જુનની કુલ સંપત્તિ 350 કરોડ રૂપિયા છે. ફિલ્મો ઉપરાંત તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેજ શોમાંથી પણ ઘણી કમાણી કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુને તેની સુપરહિટ બ્લૉકબસ્ટર ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' માટે 50 કરોડ રૂપિયા ફી લીધી હતી. પરંતુ હવે અલ્લુ અર્જુને આ ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂલ'ની સિક્વલ માટે 125 કરોડ રૂપિયાની માંગણી કરી છે. અલ્લુ અર્જુન એક મહિનામાં લગભગ 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

સ્ટાઈલિશ સ્ટાર અલ્લૂ અર્જૂનની વાર્ષિક કમાણી લગભગ 24 કરોડ રૂપિયા છે. ફિલ્મોની સાથે અલ્લુ અર્જુન ઘણી બ્રાન્ડ્સની જાહેરાત પણ કરે છે. એક એડ કરવા માટે તે 4 કરોડ રૂપિયા ફી લે છે. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુને હૈદરાબાદમાં હેલ્થકેરમાં પણ રોકાણ કર્યુ છે.

અલ્લુ અર્જુન ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં એક આલીશાન બંગલામાં તેના પરિવાર સાથે રહે છે. તમને જણાવી દઈએ કે જ્યુબિલી હિલ્સને હૈદરાબાદનો સૌથી પૉશ વિસ્તાર માનવામાં આવે છે. અલ્લુ અર્જુનનુ ઘર ખૂબ જ સુંદર છે.

તેનુ ઈન્ટિરિયર અદ્ભુત છે. આ લક્ઝુરિયસ ઘરમાં પ્રાઈવેટ પૂલ પણ છે. આ બંગલાની કિંમત 100 કરોડ છે. હૈદરાબાદમાં આ ઘર સિવાય અલ્લુ અર્જુને વર્ષ 2015માં મુંબઈમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ પણ ખરીદ્યુ હતુ.

અલ્લુ અર્જુનને મોંઘી કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે શ્રેષ્ઠ કારોનુ કલેક્શન છે. અલ્લુ અર્જુન બહુવિધ વાહનોની માલિકી ધરાવે છે, જેમાં રેન્જ રોવર વૉગ, હમર H2, Volvo XC90 T8 Excellence, Mercedes GLE 350d, Jaguar XJ L અને BMW X6 M Sportનો સમાવેશ થાય છે. આ તમામની કિંમત લાખોમાં છે. અલ્લુ અર્જુન પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે. આ સાથે અલ્લુ અર્જુન પાસે પર્સનલ વેનિટી વેન 'ધ ફાલ્કન' પણ છે, જેની કિંમત 7 કરોડ રૂપિયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X