રેપ આરોપો પર ભડક્યા આલોકનાથ, માનહાનિનો કેસ કરશે
સંસ્કારી બાબુજી આલોકનાથ પર સેક્સુઅલ હેરેસમેન્ટ અને રેપના ગંભીર આરોપો લાગ્યા પછી ખુબ જ વધારે અફરાતફરી મચી છે.
સંસ્કારી બાબુજી આલોકનાથ પર સેક્સુઅલ હેરેસમેન્ટ અને રેપના ગંભીર આરોપો લાગ્યા પછી ખુબ જ વધારે અફરાતફરી મચી છે. હાલમાં આલોકનાથની મુસીબત ખુબ જ વધી ચુકી છે. તેમના પર વિટા નંદા અને સંધ્યા મૃદુલ ઘ્વારા ખુબ જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ખબર આવી રહી છે કે આલોકનાથ આ મામલે ચૂપ નહીં રહે તેમના વકીલનું માનીયે તો તેઓ આ મામલો કોર્ટ સુધી લઇ જશે અને બંને પર માનહાનિનો કેસ કરશે.
આ પણ વાંચો: રેપના આરોપો પછી બીમાર થયા આલોકનાથ, મીડિયા સામે નહીં આવે
આપને જણાવી દઈએ કે આ વાતની જાણકારી આલોકનાથના વકીલ અશોક રસ્તોગીએ આપી છે અને તેઓ ખુબ જ જલ્દી તેના પર કેસ નોંધવા જઈ રહ્યા છે. બોલિવૂડમાં હાલમાં એક પછી એક નવા મામલા સામે આવી રહ્યા છે.

ફિલ્મ મેકર વિંટા નંદાએ આલોક નાથ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો
પોસ્ટમાં વિંટાએ ઉલ્લેખ કર્યો છે કે તેમની પત્ની મારી સારી દોસ્ત હતી. અમે એકબીજાના ઘરે આવતા-જતા હતા. એક વાર તેમના ઘરે પાર્ટીમાં અમે બધાએ દારૂ પીધો. અમે ફિલ્મી દુનિયાની વ્યક્તિઓ છે તો દારૂ પીવો અસામાન્ય વાત નહોતી. મોડી રાત થઈ જતા બધા પોતાના ઘરે જતા રહ્યા. હું પણ ચાલીને નીકળી પડી. રસ્તામાં આ વ્યક્તિ આવ્યો. તેણે મને કારમાં બેસવા કહ્યુ. મે તેના પર ભરોસો કર્યો અને હું બેસી ગઈ. મને કંઈ સમજાતુ નહોતુ. બધુ ધૂંધળુ દેખાતુ હતુ. ત્યારબાદ મારા પર બળાત્કાર કરવામાં આવ્યો.

હમ સાથ સાથે હૈ ક્રુ મેમ્બર
હમ સાથ સાથે હૈ ક્રુ મેમ્બર જણાવ્યું કે જેવી કે આલોકનાથ પાસે કોસ્ટ્યૂમ લઈને પહોંચી ત્યારે આલોકનાથ તેની સામે જ પોતાના કપડાં ખોલવા લાગ્યા, જયારે પીડિતા ઝડપથી રૂમની બહાર ભાગવા લાગી ત્યારે અલોકનાથે તેનો હાથ પકડીને તેની સાથે બળજબરી કરવાની કોશિશ કરી. આ ઘટના હમ સાથ સાથે હૈ ફિલ્મના શૂટિંગના છેલ્લા શેડ્યુલની છે. પીડિતા પોતાનું નામ બહાર આવે એવું નથી ઇચ્છતી.

સંધ્યા મૃદુલ
એટલું જ નહીં પરંતુ સંધ્યા મૃદલ ઘ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આલોકનાથ દારૂના નશામાં તેના રૂમમાં ઘૂસી આવ્યા અને તેની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. આ સમયે MeToo કેમ્પેઇને ઘણા લોકોની કાળી કરતૂતો ખોલી નાખી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
