‘વીકેન્ડ’ જો બદલ દે જિંદગી... : હવે સલમાનની હીરોઇન બનશે મિષ્ટી!

મુંબઈ, 12 મે : વીકેન્ડ... સામાન્ય પ્રજા માટે એક વીકેન્ડનો મતલબ થાય છે મોજ-મસ્તી અને મજા..., પરંતુ એક બૉલીવુડ કલાકાર માટે વીકેન્ડના ઘણા મતલબ નિકળે છે. કેટલાંક બૉલીવુડ સ્ટાર્સ માટે વીકેન્ડ સફળતાનું સૂચક બની જાય છે, તો અનેક એવા કલાકારો પણ હોય છે કે જેઓ માટે આ વીકેન્ડ નિષ્ફળતા લઈને આવે છે. કહેવાનો મતલબ એટલો જ છે કે બૉલીવુડની બાબતમાં વીકેન્ડનો મતલબ કોઈ કલાકારની સફળતા અને નિષ્ફળતાનો માપદંડ બની રહે છે. કોઈ કલાકારની ફિલ્મ રિલીઝ થાય અને પછી તેના માટે વીકેન્ડ આખી જિંદગી બદલનારૂ સાબિત થાય છે.

સુભાષ ઘઈની શોધ અને નવોદિત અભિનેત્રી મિષ્ટી પણ કંઇક આવુ જ અનુભવી રહ્યાં છે. મિષ્ટીએ ગત 25મી એપ્રિલે રિલીઝ થયેલી ફિલ્મ કાંચીથી પોતાનું બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું છે કે જેના માટે તેમને મિશ્ર પ્રત્યાઘાત સાંપડી રહ્યાં છે. તેમનું કહેવું છે કે તેમને લાગે છે કે તેઓ પરિપક્વ એટલે કે મૅચ્યોર થઈ ગયાં છે અને તેનો શ્રેય તે એક વીકેન્ડને જાય છે કે જેમાં સુભાષ ઘઈની આ ફિલ્મ કાંચી રિલીઝ થઈ.

ચાલો તસવીરો સાથે જાણીએ કાંચી એટલે કે મિષ્ટીના દિલની વાત :

વીકેન્ડે બદલી જિંદગી

વીકેન્ડે બદલી જિંદગી

મિષ્ટીએ જણાવ્યું - એવું કહેવાય છે કે જે આપને તોડી ન શકે, તે આપને મજબૂત બનાવી દે છે. વીતેલા કેટલાંક દિવસોએ મને પરિપક્વ બનાવી દીધી છે. આ રસપ્રદ છે કે કઈ રીતે એક વીકેન્ડમાં આપની આખી જિંદગી બદલાઈ શકે છે.

વીકેન્ડ એક વર્ષ જેવું

વીકેન્ડ એક વર્ષ જેવું

મિષ્ટીએ કહ્યું - વીકેન્ડ મારી જિંદગીના એક વર્ષ જેવું છે. જે રીતે કેટલાક ફિલ્મ સમીક્ષકોએ કાંચી અને તેમાં મારી હાજરીની ટીકા કરી, તેનાથી એક નિરાશાનો અહેસાસ થઈ રહ્યો છે.

ઐશ સાથે સરખામણી અયોગ્ય

ઐશ સાથે સરખામણી અયોગ્ય

મિષ્ટી અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે થતી પોતાની સરખામણીને અયોગ્ય માને છે.

હું શીખી રહી છું

હું શીખી રહી છું

મિષ્ટીએ જણાવ્યું - કાંચી મારી પ્રથમ ફિલ્મ છે. હું શીખી રહી છું. હું અભિનયનું વ્યાકરણ સમજવાનો પ્રયત્ન કરી રહી છું.

સુભાષ લાજવાબ ગુરુ

સુભાષ લાજવાબ ગુરુ

મિષ્ટી કહે છે - હું ભાગ્યશાળી છું કે મને સુભાષ ઘઈ તરીકે એક લાજવાબ ગુરુ મળ્યાં. હું અભિનય અંગે જે કંઈ જાણુ છું, તેમની બદોલત.

હવે સલમાન સાથે મિષ્ટી

હવે સલમાન સાથે મિષ્ટી

મિષ્ટી સુભાષ ઘઈ સાથે બીજી ફિલ્મ માટે તૈયારી કરી રહ્યાં છે. કહે છે કે મિષ્ટી સુભાષ ઘઈ સાથે વધુ એક ફિલ્મ કરી રહ્યાં છે કે જેમાં તેમના હીરો સુપર સ્ટાર સલમાન ખાન છે.

શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરીશ

શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરીશ

મિષ્ટીએ જણાવ્યું - હું ટીકાઓને મન ઉપર કેમ લઉ? જે કંઈ પણ કહેવાયું તે બહુ સમજ્યા-વિચાર્યા બાદ આવેલું પરિણામ હશે. મેં કેટલીક ટીકાઓને ગંભીરતાપૂર્વક લીધી. હું પોતાની જાતને બહેતર બનાવવા માટે કામ કરીશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X