Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ambani Bash! શું SRK અને પ્રિયંકા બની રહ્યાં છે બીજા એશ-સલ્લુ?

મુકેશ અંબાણીની ગણેશ ચતુર્થીની પાર્ટીમાં શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા તથા અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર એક જ છત નીચે જોવા મળ્યા.

જ્યારે એક બાજુ સમગ્ર દેશ ગણેશ ચતુર્થીની ઉજવણીમાં વ્યસ્ત હતો, ત્યારે અંબાણી પરિવાર દ્વારા આપવામાં આવેલ પાર્ટીમાં જામેલ સેલિબ્રિટીનો મેળાવડો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અંબાણીની પાર્ટીમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અરાધ્યા બચ્ચન, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, કરિશ્મા કપૂર, સલમાન ખાન, સંજય દત્ત, પ્રિયંકા ચોપરા, શાહરૂખ ખાન, આમિર ખાન વગેરે જેવા સિતારાઓ એક જ છત નીચે જોવા મળ્યા હતા. બોલિવૂડની તમામ મોટી હસ્તીઓ જ્યાં હાજર હોય, ત્યાં કંઇ આશ્ચર્યજનક ઘટના ન ઘટે તો જ નવાઇ! અંબાણીની આ પાર્ટીમાં પણ એવી અનેક ક્ષણો સામે આવી હતી.

શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા

શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા

આ પાર્ટીમાં લાંબા સમય બાદ બે જૂના મિત્રો પ્રિયંકા ચોપરા અને શાહરૂખ ખાન સાથે જોવા મળે એવી શક્યતા હતી. શાહરૂખ અને પ્રિયંકા એક સમયે ઘણા સારા મિત્રો હતા, પરંતુ બંનેના અફેરની ખબરોએ જોર પકડ્યા બાદ આ બંને એકબીજાથી દૂર રહે છે. એટલી હદે કે પાર્ટીમાં જેવી પ્રિયંકાની એન્ટ્રી થઇ કે શાહરૂખે એક્ઝિટ લઇ લીધી હતી.

ઇગ્નોર ગેમ

ઇગ્નોર ગેમ

બોલિવૂડમાં આ ઇગ્નોર ગેમ ઘણી જૂની છે. એશ્વર્યા અને સલમાનને જ્યારે પણ એક જ ઇવેન્ટ કે પાર્ટીમાં જવાનું થાય છે, ત્યારે હંમેશા એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે બંને આમને-સામને ન થાય. એકની એન્ટ્રી સાથે જ બીજાની એક્ઝિટ થઇ જાય છે. પિંકવિલાના અહેવાલો અનુસાર, અંબાણીની પાર્ટીમાં શાહરૂખ અને પ્રિયંકાએ પણ આ જ રમત રમી હતી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

બ્રેકઅપ-પેચઅપની તમામ ખબરો વચ્ચે રણવીર અને દીપિકાએ આ પાર્ટીમાં એકસાથે એન્ટ્રી મારી હતી. તેઓ પાર્ટી દરમિયાન પણ એકબીજાની સાથે જ રહ્યાં હતા અને સાથે જ પાર્ટીમાંથી બહાર નીકળ્યા હતા.

બચ્ચન પરિવાર

બચ્ચન પરિવાર

આ પાર્ટીમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા અને અરાધ્યા સાથે જોવા મળ્યાં હતા. પિંક કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં આરાધ્યા ખૂબ સુંદર લાગી રહી હતી. તો બીજી બાજુ અમિતાભ બચ્ચન પત્ની જયા બચ્ચન સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા. અંબાણીની કોઇ પણ પાર્ટી બોલિવૂડના આઇકોન અમિતાભ બચ્ચન વિના અધૂરી છે.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

એવું ભાગ્યે જ બને છે કે, કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન એક જ છત નીચે પાર્ટી કરતા હોય. પરંતુ અંબાણીની પાર્ટીમાં સમગ્ર બચ્ચન પરિવાર ઉપરાંત કરિશ્મા કપૂર પણ હાજર હતી. કરિશ્મા અને અભિષેકની સગાઇ તૂટ્યા બાદ તે ભાગ્યે જ બચ્ચન પરિવાર હાજર હોય એવી કોઇ ઇવેન્ટમાં જોવા મળી છે.

સલમાન ખાન અને સંજય દત્ત

સલમાન ખાન અને સંજય દત્ત

કોલ્ડ વોર અને રાઇવલરીની અનેક ખબરો વચ્ચે આ પાર્ટીમાં સામ-સામે થયેલ સલમાન ખાન અને સંજય દત્તે સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા. સલમાન અને સંજય અહીં એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા. આ સાથે જ આ બંને વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી હોવાની અફવાઓ પર કાયમી પૂર્ણવિરામ મુકાયું છે.

સંજય-સલમાનની મિત્રતા

સંજય-સલમાનની મિત્રતા

સંજય અને સલમાનની મિત્રતા વર્ષો જૂની છે. પરંતુ સંજય દત્તને જેલની સજા થયા બાદ આ મિત્રતામાં ખારાશ આવી હોવાની વાતો વહેતી થઇ હતી. સંજય દત્ત જેલમાંથી બહાર આવ્યા બાદ સલમાન એક માત્ર એવા એક્ટર હતા, જે સંજયને મળવા નહોતા ગયા. આ કારણે આ અફવાઓને વધુ હવા મળી હતી. જો કે, હવે બંને વચ્ચે કોઇ કડવાશ નથી, એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X