Ameesha patel pregnant : અમીષા પટેલ લગ્ન વગર જ પ્રેગનન્ટ છે? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
Ameesha patel pregnant : બોલિવૂડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલ તેના ગ્લેમરસ અંદાજ અને ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે.
49 વર્ષની ઉંમરે પણ તેની સ્ટાઈલ અને આકર્ષક દેખાવ ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. હવે દુબઈથી શેર થયેલી તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ છે.

આ ફોટોમાં અમીષા લીલા રંગની મોનોકિનીમાં જોવા મળી રહી છે. આ તસવીરોએ ચર્ચાનો એક નવો મુદ્દો ઉભો કર્યો છે. ઘણા લોકો તેના દેખાવને પ્રેગનન્સી સાથે જોડીને ચર્ચા શરૂ કરી છે. કેટલાક લોકો દાવો કરી રહ્યાં છે કે અમીષા લગ્ન વિના જ પ્રેગનન્ટ છે. આ અફવાઓએ ઈન્ટરનેટ પર હંગામો મચાવી દીધો છે.
અમીષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી હતી, જેમાં તેનો બોલ્ડ અને ફિટ અવતાર જોવા મળ્યો છે. ચાહકોએ તેની ફિટનેસ અને ફેશન સેન્સની પ્રશંસા કરી પરંતુ કેટલાક યૂઝર્સે તેના શરીરના આકારને ગર્ભાવસ્થા સાથે જોડી દીધો.
જો કે, આ અફવાઓને સમર્થન આપે તેવા કોઈ નક્કર પુરાવા નથી. અમીષા પટેલે પણ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, જેના કારણે આ ચર્ચાઓ માત્ર અટકળોના આધારે ચાલી રહી છે.
અમીષા પટેલે વર્ષ 2000માં કહો ના... પ્યાર હૈ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી. તેની સુંદરતા અને અભિનયે દર્શકોનું દિલ જીતી લીધું. ત્યારબાદ ગદર એક પ્રેમ કથા અને ગદર 2 જેવી ફિલ્મોએ તેને લોકપ્રિયતાના શિખરે પહોંચાડી. આજે પણ તે પોતાની ફિટનેસ અને સ્ટાઈલથી યુવાનો માટે પ્રેરણારૂપ છે.
સોશિયલ મીડિયા આજે સમાચાર અને અફવાઓ ફેલાવવાનું મોટું માધ્યમ બન્યું છે. અમીષાની આ તસવીરો પણ આનું ઉદાહરણ છે. ચાહકો હવે આ અફવાઓનું સત્ય જાણવા આતુર છે પરંતુ જ્યાં સુધી અમીષા પોતે આ વિશે કંઈ ન કહે, ત્યાં સુધી આ માત્ર ચર્ચાઓ જ રહેશે.












Click it and Unblock the Notifications
