કોવિડ 19ના કહેર વચ્ચે વાયરલ થયુ શાહરુખ ખાનના ગીત પર બનેલુ કોરોના સોંગ
અમુક કલાકાર એવા પણ છે કે જે લોકોને આરોગ્ય પ્રત્યે સચેત પણ રહેવા માટે કહી રહ્યા છે.
આખી દુનિયામાં કોરોના વાયરસના મૃતકોની સંખ્યા 7 હજારથી વધુ થઈ ગઈ છે. જાનલેવા વાયરસ અત્યાર સુધી 137 દેશોમાં પહોંચી ચૂક્યુ છે. વળી ભારતમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 127 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં આનાથી ત્રણ મોત પણ થઈ ચૂક્યા છે.

કોરોના વાયરસના કારણે ડરમાં છે લોકો
કોરોના વાયરસના કારણે ઘણા રાજ્યોની શાળા-કોલેજ, મૉલ, થિયેટરોને બંધ કરી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે સંપૂર્ણપણે સાવચેતી રાખે કારણકે સાવચેતી જ બચાવ છે કારણકે કોરોના વિશે લોકોમાં ખૂબ જ ભય છે.

લોકોને આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવાની સલાહ
પરંતુ અમુક કલાકાર એવા પણ છે કે જે આ માહોલમાં લોકોનુ મનોરંજન જ માત્ર નથી કરી રહ્યા પરંતુ સકારાત્મક રહીને લોકોને આરોગ્ય પ્રત્યે સચેત પણ રહેવા માટે કહી રહ્યા છે.

કોરોના વાયરસની વેક્સીન
અહીં વાત થઈ રહી છે કોરોના સોંગની કે જે હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. આ ગીતને તેજસ ગંભીરે ગાયુ છે કે જે શાહરુખ ખાનના સુપરહિટ ફિલ્મ ચલતે ચલતેના ગીત સુનોના સુન લો ના પર બનેલુ છે. આ ગીતને તેજસે ખુદ લખ્યુ છે. આ ગીતને તેજસે જ્યારે પોતાના ફેસબુક અકાઉન્ટ પર પોસ્ટ કર્યુ તો તે વાયરલ થઈ ગયુ.












Click it and Unblock the Notifications
