For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમિર ખાનની દીકરી ઈરાએ બૉયફ્રેન્ડ નુપૂર શિખરે સાથે કરી સગાઈ, ફોટામાં જુઓ રોમેન્ટીક અંદાજ

બૉલિવુડ સુપરસ્ટાર આમિર ખાનની લાડકી દીકરી ઈરા ખાન અને તેના બૉયફ્રેન્ડ નુપૂર શિખરેએ સગાઈ કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

Ira Khan-Nupur Shikhare Engagement: બૉલિવુડ સુપરસ્ટાર આમિર ખાનની લાડકી દીકરી ઈરા ખાન અને તેના બૉયફ્રેન્ડ નુપૂર શિખરેએ શુક્રવારે આખા પરિવાર અને નજીકના દોસ્તોની હાજરીમાં સગાઈ કરી લીધી છે. હવે સોશિયલ મીડિયા પર સગાઈના ફોટા જોરદાર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઈરાના બૉયફ્રેન્ડ નુપૂર શિખરેએ ઘૂંટણિયે બેસીને ઈરા ખાન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને તેને વીટીં પહેરાવી હતી. ઈરાએ પણ નૂપુર શિખરેને આપેલા તેના પ્રસ્તાવ પર હામાં જવાબ આપ્યો અને હવે બંનેએ સત્તાવાર રીતે સગાઈ કરી લીધી છે.

આમિર ખાનની દીકરી ઈરાની સગાઈ

આમિર ખાનની દીકરી ઈરાની સગાઈ

તમને જણાવી દઈએ કે બૉલિવુડના પ્રખ્યાત અભિનેતા આમિર ખાનની પ્રિય પુત્રી ઈરા ખાન તેના બૉયફ્રેન્ડ નુપૂર શિખરેને લાંબા સમયથી ડેટ કરી રહી હતી. ઇરા અને નુપૂરની રોમેન્ટિક તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી વખત તહેલકો મચાવ્યો છે પરંતુ હવે આ કપલે તેમના સંબંધોને એક સ્ટેપ આગળ વધાર્યુ છે. ઈરા અને નુપુર હવે સત્તાવાર રીતે સગાઈ કરી ચૂક્યા છે. સગાઈના દિવસે નૂપૂર શિખરે તેની લેડી લવ ઈરા ખાન સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ

સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ

મીડિયા રિપોર્ટ્સ મુજબ આમિર ખાનની દીકરી ઈરા ખાન અને ભાવિ જમાઈ નુપુર શિખરેએ તેમના પરિવાર અને કેટલાક નજીકના લોકો વચ્ચે સગાઈ કરી લીધી છે. તેમની એન્ગેજમેન્ટ સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે તેની સગાઈના ખાસ દિવસે ઈરાએ લાલ રંગનુ ઑફ શોલ્ડર ગાઉન પહેર્યુ હતુ જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ઈરાએ બૉયફ્રેન્ડ સાથે આપ્યા પોઝ

ઈરાએ રેડ ગાઉન સાથે લાઇટ જ્વેલરી અને લાઇટ મેકઅપ કર્યો હતો. બીજી તરફ ઈરાનો બૉયફ્રેન્ડ નુપુર શિખરે બ્લેક ટક્સીડોમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. ઇરા અને નુપૂર પણ તેમની સગાઈના ફંક્શન વચ્ચે પાપારાઝી માટે પોઝ આપવા માટે બહાર આવ્યા હતા. બંને એકબીજા સાથે ખૂબ જ સરસ લાગતા હતા. બંનેએ પાપારાઝીને જોરદાર પોઝ આપ્યા હતા.

આમિર ખાનની બંને પૂર્વ પત્નીઓ થઈ સામેલ

આમિર ખાનની બંને પૂર્વ પત્નીઓ થઈ સામેલ

દીકરી ઈરા ખાનની સગાઈમાં પાપા આમિર ખાન સફેદ કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા. આ પ્રસંગે આમિર ખાનની બંને પૂર્વ પત્નીઓ પણ પહોંચી હતી. આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા પીળી બોર્ડર સાથે ક્રીમ કલરની સાડીમાં જોવા મળી હતી. આમિર ખાનની બીજી પત્ની કિરણ રાવે વાદળી રંગની સાડી પહેરી હતી. આ સાથે કિરણ રાવે તેના વાળને વાદળી રંગમાં રંગી લીધા હતા જેથી તે તેની સાડી સાથે મેચ થઈ શકે.આ ફંક્શનમાં ઈરા ખાનનો ભાઈ જુનૈદ ખાન, કિરણ રાવનો પુત્ર આઝાદ, પિતરાઈ ભાઈ ઝીનત હુસૈન, બૉલિવુડ અભિનેત્રી ફાતિમા સના શેખ પણ જોવા મળ્યા હતા.

English summary
Amir Khan daughter Ira got engaged with boyfriend Nupur Shikhare, see romantic photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X