Big Bની બર્થ ડે, પણ રણવીર સિંહની Wish એ જીત્યું દિલ?

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના જન્મદિવસે સમગ્ર દેશથી તેમને શુભકામનાએ પાઠવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમને શુભકામના પાઠવી હતી.

11 ઓક્ટોબર એટલે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મદિવસ. તેમની ફિલ્મો અને અવાજના કારણે હંમેશા લોકપ્રિય રહેલા અમિતાભનો બુધવારે 75મો જન્મદિવસ હતો. જીવનમાં ઘણો સંઘર્ષ કર્યા બાદ અમિતાભને સફળતા મળી છે, એ વાત સૌ કોઇ જાણે છે. કામની ધગશ અને લોકોના કામની કદર કરવી, જેવી આદતોએ જ અમિતાભને બોલીવૂડમાં ઓળખ ઊભી કરી હતી. જે આજ દિન સુધી અવિરત ચાલી રહી છે. સદીના મહાનાયકના જન્મદિવસની ઉજવણી ભલે બચ્ચન પરિવાર ન કરે, પરંતુ તેમના ચાહકો દ્વારા ચોક્કસ ધામધુમથી તેની ઉજવણી કરવામાં આવી હતી. આજે તેમના જન્મદિવસે ઘણા લોકોએ અમિતાભને શુભકામનાઓ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમિતાભ બચ્ચનના જન્મદિવસે ટ્વીટ કરીને તેમને શુભકામના પાઠવી હતી. નરેન્દ્ર માદીએ લખ્યું હતું કે, અમિતાભ બચ્ચનજી, તમને જન્મદિવસની શુભકામના. તમારી બહુમુખી પ્રતિભા અને વિનમ્રતાના ઘણા ફેન્સ છે. તમારી લાંબી ઉંમર અને સારા સ્વાસ્થય માટે ભગવાન પાસે પ્રાથના કરૂ છું. સમગ્ર ભારતને તમારા કામ અને સામાજીક મુદ્દાઓ પર તમારી જે મદદ મળી, તેના પર ગર્વ છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમને શુભકામના પાઠવી હતી.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

અમિતાભના જન્મદિવસે ક્રિકેટના ભગવાન ગણાતા સચિને પણ ટ્વીટ કરી તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. આ ઉપરાંત સચિન તેંડુલકર પોતાના અમિતાભ સાથેના યાદગાર પ્રસંગો ઘણીવાર લોકો સાથે શેર કરી ચૂક્યાં છે. સચિન અને અમિતાભ બે એવી હસતીઓ છે, જેઓ એકબીજાના ફેન છે અને એકબીજાનો અત્યંત આદર પણ કરે છે. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પણ ટ્વીટ કરીને શુભકામના આપી હતી. કોઇપણ મેચમાં ટીમ ઇન્ડિયાના શાનદાર પ્રદર્શન બાદ અમિતાભ બચ્ચન પણ ઘણીવાર ટ્વીટ કરી અભિનંદન પાઠવતા હોય છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

બીગ બી ના 75માં જન્મદિવસે રણવીર સિંહે પણ ટ્વીટ કરીને સદીના મહાનાયકને બર્થ ડે વિશ કર્યું હતું. હજી સુધી રણવીર અને અમિતાભ બચ્ચને કોઈ પણ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું, પરંતુ વિવિધ ઇવેન્ટ્સમાં જ્યારે પણ રણવીર અમિતાભને મળે ત્યારે ખૂબ ઉત્સાહથી અભિવાદન કરે છે. રણવીર સિંહ આમ પણ દરેક બાબતમાં પોતાની લાગણી ખૂબ સ્પષ્ટ અને ઉત્સાહથી વ્યક્ત કરે છે અને તેણે અમિતાભને કરેલ ટ્વીટમાં પણ આ લિજેન્ડ એક્ટર પ્રત્યે તેના મનમાં રહેલ માન અને હૂંફ વર્તાય છે.

વિરેન્દ્ર સહેવાગ

વિરેન્દ્ર સહેવાગ

સચિન ઉપરાંત ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પણ અમિતાભ બચ્ચનને તેમના જન્મદિવસની શુભકામના આપી હતી. સહેવાગે લખ્યુ હતું કે, આપણા દેશના સુપરસ્ટાર અને લિજેન્ડ સ્ટાર અમિતાભને તેમના જન્મદિવસની શુભકામના.

રાજ ઠાકરે

રાજ ઠાકરે

મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ કઇંક અલગ રીતે અમિતાભને બર્થ ડે વિશ કર્યુ હતું. તેમણે અમિતાભની યાદગાર ફિલ્મોને લઈને છ કાર્ટૂન બનાવ્યા હતા. જેમાં અમિતાભનો 'મહોબ્બતેં' ફિલ્મ વોળો લૂક, 'બાગબાન' વાળો લૂક, 'ડોન' ફિલ્મનો અમિતાભ બચ્ચનનો લૂક જોઇ શકાય છે. આ કાર્ટૂન રાજ ઠાકરેએ તેમના ઓફિશયલ ફેસબુક પેજ પર પોસ્ટ કર્યા હતા. રાજ ઠાકરેની આ ભેટ ચોક્કસ અમિતાભને પસંદ આવી હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X