Pics : બ્રિટિશ સર્વેમાં પણ અમિતાભ ગ્રેટ એક્ટર
મુંબઈ, 27 જુલાઈ : હિન્દી સિનેમાના કોહિનૂર ગણાતાં અભિનેતા અમિતાભ બચ્ચનને સમગ્ર ભારત સલામ કરે છે. તેમની એક ઝલક પામવા લોકો તલસે છે. તેમાં કોઈ શંકા નથી કે અમિતાભ બચ્ચન દેશના નાયાબ હીરા છે, પણ અમિતાભે માત્ર ભારત જ મહાન નથી ગણતું, પણ વિદેશી ધરતી પણ અમિતાભ મહાન છે.
બ્રિટિશ એશિયન વીકલી ન્યૂઝ પેપર ઈસ્ટર્ન આઈ દ્વારા ભારતીય સિનેમાના સો વર્ષ થવાના ઉપલક્ષ્યે એક સર્વે કરાવ્યુ હતું. તેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પ્રથમ સ્થાને રહ્યાં છે કે જે ભારત માટે એક ગૌરવની બાબત છે. અમિતાભને આ સન્માન ભારતીય સિનેમામાં છેલ્લા ચાલીસ વર્ષોમાં સતત પોતાનો ફાળો આપવા બદલ અપાયું છે. અમિતાભે શોલે અને દીવાર જેવી ક્લાસિક ફિલ્મો આપી છે, તો બીજી બાજુ તેમણે કેબીસી દ્વારા ટેલીવિઝન જેવા નાના પડદાને પણ ગ્લૅમરસ બનાવી દીધો.
અમિતાભ બચ્ચન એવા પ્રથમ ભારતીય કલાકાર છે કે જેમના પુતળાને તુષાદ મ્યુઝિયમ ખાતે મૂકવામાં આવ્યું છે. અમિતાભને આ ખિતાબ મળતાં તેમના ફૅન્સ ખુશ છે. જોકે આ યાદીમાં શાહરુખ ખાન અને દિલીપ કુમાર તેમજ રાજ કપૂર જેવા કલાકારો છે, તો શ્રીદેવી અને માધુરી દીક્ષિત પણ સામેલ છે.
આવો તસવીરો સાથે જોઇએ-જાણીએ કે આ સર્વેમાં ટૉપ 10માં કયા ભારતીય કલાકારો છે :

અમિતાભ બચ્ચન
બ્રિટિશ એશિયન વીકલી ન્યુઝ પેપર ઈસ્ટર્ન આઈના સર્વેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પ્રથમ સ્થાન હાસલ કર્યું છે.

દિલીપ કુમાર
હિન્દી સિનેમાના ટ્રેઝેડી કિંગ તથા અમિતાભ બચ્ચનના આદર્શ દિલીપ કુમાર આ સર્વેમાં બીજા સ્થાને રહ્યાં છે.

શાહરુખ ખાન
આ સર્વેમાં ભારતીય સિનેમાના બાદશાહ શાહરુખ ખાન ત્રીજા સ્થાને રહ્યાં છે.

માધુરી દીક્ષિત
બૉલીવુડ દિવા અને ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિતે ચોથું તેમજ અભિનેત્રીઓની યાદીમાં પહેલું સ્થાન હાસલ કર્યું છે.

રાજ કપૂર
હિન્દી સિનેમાના શો મૅન રાજ કપૂરને આ યાદીમાં પાંચમું સ્થાન મળ્યું છે.

નરગિસ
મધર ઇન્ડિયા નરગિસ આ યાદીમાં છઠા સ્થાને રહ્યાં છે.

દેવ આનંદ
ભારતીય સિનેમાના પીઢ કલાકાર દેવ આનંદ સાતમા નંબરે રહ્યાં છે.

વહીદા રહેમાન
આ સર્વેમાં બૉલીવુડના જાજરમાન અભિનેત્રી વહીદા રહેમાનને આઠમું સ્થાન હાસલ થયું છે.

રાજેશ ખન્ના
હિન્દી સિનેમાના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના 9મા સ્થાને રહ્યાં છે.

શ્રીદેવી
બૉલીવુડના હવા હવાઈ ગર્લ શ્રીદેવીએ આ યાદીમાં 10મું સ્થાન હાસલ કર્યું છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
