ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?

રાજ-અમિતાભની મૈત્રી સામે સપા-બસપા નારાજ!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 30 ડિસેમ્બર : રાજ ઠાકરે અને અમિતાભ બચ્ચન એક જ મંચ ઉપર આવ્યા બાદ અમિતાભ વિરુદ્ધ કેટલાક પક્ષો દ્વારા પ્રદર્શન કરવાની શક્યતા વર્તાય છે. કહે છે કે અમિતાભ-રાજ વચ્ચે સુલેહ થયા બાદથી જ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના નેતાઓ પરેશાન છે અને અમિતાભને ગદ્દાર કહી રહ્યાં છે. રાજ અને અમિતાભ વચ્ચે ઘણા વખતથી દૂરીઓના પગલે અમિતાભ સપા અને બસપાની નજીક થઈ ગયા હતાં, પરંતુ અચાનક રાજ ઠાકરે સાથે અમિતાભે એક મંચ ઉપર આવી સપા-બસપાની દુશ્મની વહોરી લીધી છે.

  amitabh-raj-thackrey
  જોકે હજી માત્ર શરુઆત છે અને એમ કહેવું ખોટુ ગણાશે કે રાજ અને અમિતાભ બંને મિત્રો થઈ ગયાં છે, પણ એમ જરૂર કહી શકાય કે બંને વચ્ચેનો ફાસલો ક્યાંકને ક્યાંક ઓછો જરૂર થયો છે. અમિતાભ બચ્ચન દ્વારા રાજ ઠાકરેને ભેંટ્યા બાદ પોલીસે અમિતાભના જુહૂ ખાતેના ઘરની બહાર સલામતી વ્યવસ્થા વધારી દીધી છે. પોલીસનું માનવું છે કે અમિતાભ બચ્ચન વિરુદ્ધ કેટલાંક લોકો પ્રદર્શન કરી શકે છે અને શક્ય છે કે લોકો જોશમાં કોઈક ખોટુ પગલુ પણ ભરી લે. તેથી પોલીસે અમિતાભના ઘર બહાર સલામતી વ્યવસ્થા કરવી યોગ્ય માન્યું છે.

  મુંબઈ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ તકેદારીના પગલા તરીકે અમે બચ્ચનજીના ત્રણે બંગલાઓ જલસા, જનક તેમજ પ્રતીક્ષા બહાર પોલીસ તહેનાત કરી દીધી છે. આ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે. સપા અને બસપા અમિતાભ બચ્ચન અને રાજ ઠાકરે વચ્ચે મૈત્રી થતા નારાજ છે. એક બાજુ અમિતાભ બચ્ચન દ્વારા યૂપીના બ્રાન્ડ એમ્બેસેડર બનવાના પ્રસ્તાવ સ્વીકારાવાનું હતું, પરંતુ આ શક્યતા વચ્ચે રાજ ઠાકરે સાથેની તેમની મૈત્રીએ મુશ્કેલી ઊભી કરી દીધી છે.

  English summary
  Amitabh Bachchan and Raj Thakrey recently came together at the event. Raj Thakerey touched Amitabh's feet and then both of them hugged each other. After this event some political parties are calling Amitabh as traiter. Police has given Amitabh securiry as they think people might do protest in front of Amitabh.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more