For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીના ખેડૂતોની મદદે આવ્યા અમિતાભ, ચૂકવશે 850 ખેડૂતોનું દેવુ

44 પરિવારોને મદદ પહોંચાડ્યા બાદ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હવે ખેડૂતોની મદદ માટે આગળ આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

44 પરિવારોને મદદ પહોંચાડ્યા બાદ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હવે ખેડૂતોની મદદ માટે આગળ આવ્યા છે. અમિતાભ બચ્ચને ઘોષણા કરી છે કે તે ઉત્તરપ્રદેશના 850 ખેડૂતોની લોન ચૂકવશે. આ ખેડૂતોની લોન માટે તે 5.5 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તમને જણાવી દઈએ કે આ 850 ખેડૂતોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ એજન્સીઓની મદદથી અમિતાભ બચ્ચને તે 44 પરિવારોની મદદ કરી છે જેમના પુત્ર અથવા ભાઈએ દેશ માટે પોતાનો જીવ ન્યોછાવર કરી દીધો.

આ પણ વાંચોઃ કો-સ્ટાર સાથે અયોગ્ય હરકતના આરોપો પર સુશાંતે શેર કર્યા વાતચીતના સ્ક્રીનશૉટઆ પણ વાંચોઃ કો-સ્ટાર સાથે અયોગ્ય હરકતના આરોપો પર સુશાંતે શેર કર્યા વાતચીતના સ્ક્રીનશૉટ

મહારાષ્ટ્રના ખેડૂતોની મદદ

મહારાષ્ટ્રના ખેડૂતોની મદદ

અમિતાભ બચ્ચને કહ્યુ કે તેમણે મહારાષ્ટ્રના 350 થી વધુ ખેડૂતોની ઋણ ચૂકવણી કરી કે જે ખૂબ મુશ્કેલીમાં હતા. તેમને આત્મહત્યાથી રોકવા માટે થોડા દિવસો પહેલા તેમના દેવાની ચૂકવણી કરી. અમિતાભ બચ્ચને કહ્યુ કે તે ‘કોન બનેગા કરોડપતિ કર્મવીર' ના અજીત સિંહની મદદ કરશે કે જે વેશ્યાવૃત્તિમાં મજબૂર યુવતીઓની સુરક્ષા માટે કામ કરે છે.

બેંક સાથે થઈ ગઈ છે વાતચીત

બેંક સાથે થઈ ગઈ છે વાતચીત

આ ઉપરાંત બિગ બી એ જણાવ્યુ કે તે સરબાની દાસ રૉયની પણ મદદ કરશે. જેમણે માનસિક રૂપે બિમાર લોકોની સંભાળ અને સુરક્ષા માટે કામ કર્યુ છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યુ છે કે ઉત્તરપ્રદેશના 850 ખેડૂતોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. તેમના 5.5 કરોડ રૂપિયાના દેવાને ચૂકવવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેના માટે સંબંધિત બેંક સાથે વાતચીત પણ કરી લેવામાં આવી છે. અમિતાભના આ પગલાંથી ખેડૂતોને મોટી રાહત મળશે.

કોણ છે અજીત સિંહ?

કોણ છે અજીત સિંહ?

તમને જણાવી દઈએ કે અજીત સિંહ એક સંસ્થા ચલાવે છે કે જે દેહ વ્યાપારમાં લિપ્ત મહિલાઓ માટે કામ કરે છે. આ સંસ્થાનું નામ ગુડિયા છે. અજીતને શુક્રવારે કેબીસીના કર્મવીર એપિસોડમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે 25 લાખ રૂપિયા પણ જીત્યા. શો દરમિયાન અમિતાભ બચ્ચને તેમને સમ્માનિત પણ કર્યા. કેબીસીના આ શો માં અજીતે પોતાની સંસ્થા તરફથી કરવામાં આવેલ કાર્યોનો ઉલ્લેખ પણ કર્યો જેમાં બનારસ શિવદાસપુરના રેડ લાઈટ એરિયામાં કરવામાં આવેલા સાહસિક કાર્યો વિશે પણ જણાવ્યુ.

આ પણ વાંચોઃ MeTooના આરોપોથી ઘેરાયેલ આ સેલિબ્રિટીએ આપઘાતનો પ્રયાસ કર્યોઆ પણ વાંચોઃ MeTooના આરોપોથી ઘેરાયેલ આ સેલિબ્રિટીએ આપઘાતનો પ્રયાસ કર્યો

English summary
Amitabh Bachchan to pay off loans worth Rs 5.5 cr of over 850 UP farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X