For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધુ વિનોદ ચોપડાની બુક 'અનસ્ક્રિપ્ટેડ'ને અમિતાભે વખાણી

વિધુ વિનોદ ચોપડાની બુક 'અનસ્ક્રિપ્ટેડ'ને અમિતાભે વખાણી

By Staff
|
Google Oneindia Gujarati News

વિધુ વિનોદ ચોપડાની બુક અનસ્ક્રિપ્ટેડ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ ગઈ હતી અને આ પુસ્તક એમેઝોન પર સૌથી વધુ વખત વેચાનારું પુસ્તક બની ગયું છે. એટલું જ નહિ આ પહેલા દિવસે નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી હતી. વિધુના સિનેમાઈ જીવન અને તેમની સફરની દર્શાવતા આ પુસ્તકમાં તેમના જીવન અને કરિયરને આકર્ષક ભાગ સામેલ કર્યા છે. અને હવે વિધુની પ્રશંસા કરતા અમિતાભ બચ્ચન પહેલા સ્ટાર બની ગયા છે.

unscripted

અમિતાભ બચ્ચને ટ્વિટર પર વિધુનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ ઈન્ડસ્ટ્રીના વિવિધ પરિયોજનાઓ પર વિવિધ અભિનેતાઓ સાથે કામ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોને અપલોડ કરતાં તેમણે લખ્યું, "Vidhu Vinod Chopra .. honest frank and straight .. just as he is real life .. a rarity ..🙏😄."

બૉલીવુડના સૌથી જૂના અને સૌથી મોટા સ્ટાર્સમાંથી એકના વખાણ મળવાં બહુ મહત્વ રાખે છે, જેનાથી માલૂમ પડે છે કે વિધુએ પોતાના કામથી ઈન્ડસ્ટ્રીને કેટલું બધું આપ્યું છે. પુસ્તકમાં વીવીસી પોતાના અસાધારણ સહયોગી અને પટકથા લેખક અબિજીત જોશી સાથે તેમની અસાધારણ યાત્રા વિશે વાત કરે છે. પુસ્તકમાં વિધુ વિનોદ ચોપડા પોતાના જૂના સહયોગી અને પટકથા લેખક અભિજીત જોશી સાથે તેમની અદ્ભુત સફર વિશે વાત કરી રહ્યા છે. તમને ઈન્વોલ્વ કરતી અને રોશન પ્રદાન કરતી આ બુક તમને સમકાલીન હિન્દી સિનેમાના સર્વશ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાઓના દિમાગ, મેથડ અને મેડનેસની એક ઝલક પ્રદાન કરે છે.

કાશ્મીરના એક નાનકડા વિસ્તાર વજીર બાગમાં શરૂ થયું, વિધુ વિનોદ ચોપડાનું જીવન ખરેખર અનસ્ક્રિપ્ટેડ રહ્યું છે. પાછલા ત્રણ વર્ષોમાં તેમણે હિન્દી સિનેમામાં કેટલીય બેમિસાલ ફિલ્મો આપી છે.- ત્યાં સુધી કે હૉલીવુડાં પણ એક ફિલ્મનું નિર્દેશન કર્યું છે. એક એવી શખ્સિયત જેમણે એકવાર પોતાના વિદ્યાર્થીની એક અધૂરી ફિલ્મને રિલીઝ કરી હતી કેમ કે તેમની પાસે પૈસાની કમી હતી અને ફિલ્મનો સ્ટૉક નહોતો. પરંતુ હવે તેમને ભારતના પ્રમુખ પ્રોડક્શન હાઉસ વીવીસી ફિલ્મ્સમાં એકના પ્રમુખ થવાનું ગૌરવ પ્રાપ્ત છે. કંપનીએ હાલના દિવસોમાં કેટલીક સૌથી મોટી બ્લૉકબસ્ટર ફિલ્મો બનાવી.

વિધુ વિનોદ ચોપડાના બુક અનસ્ક્રિપ્ટેડ હવે રિલીઝ થઈ ગઈ છે અને તેને રિલીઝ ડેટ પહેલાં ખુબ પ્રેમ મળી રહ્યો છે.

English summary
amitabh bachchan praised book unscripted of vidhu vinod
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X