મુંબઈમાં ભારે વરસાદના કારણે Amitabh Bachchan ના 'પ્રતિક્ષા' બંગલામાં પાણી ભરાયા, જુઓ વીડિયો
Amitabh Bachchan Prateeksha Bungalow Flooded: મુંબઈમાં ભારે વરસાદના કારણે અમિતાભ બચ્ચનનો જુહ સ્થિત બંગલો પ્રતિક્ષા પાણીથી ભરાયેલો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં બંગલાની અંદર પાણી ભરેલું જોવા મળી રહ્યું છે.

Heavy Rain in Mumbai: મુંબઈમાં હાલના દિવસોમાં પડી રહેલા ભારે વરસાદે સામાન્ય લોકો તેમજ બોલિવૂડ સ્ટાર્સ માટે મુશ્કેલીઓ ઉભી કરી છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાથી જનજીવન ખોરવાઈ ગયું છે. આ દરમિયાન, બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલા 'પ્રતીક્ષા'નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમનું ઘર અને આસપાસનો વિસ્તાર પાણીમાં ડૂબેલો જોવા મળે છે.
અમિતાભ બચ્ચનનો જુહુ સ્થિત બંગલો પ્રતિક્ષા મુંબઈનો ફેમસ આઈકનમાંથી એક છે. પરંતુ હાલમાં તેની દીકરી શ્વેતા બચ્ચન પાસે છે. આ બંગલામાં મુંબઈમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા જોવા મળ્યું છે.
#AmitabhBachchan #MumbaiRains #viralvideo pic.twitter.com/ilP1ddf5bA
— Diksha Sharma (@DikshaS17150327) August 19, 2025
સોશિયલ મીડિયા પર પ્રતિક્ષા બંગલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તાઓથી લઈ બંગલાની અંદર કેમ્પસમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે, જુઓ કેટલું પાણી ભરાયેલું છે. મુંબઈના વરસાદથી કોઈ બચી શક્યું નથી. આ વીડિયોમાં વ્યક્તિ કહી રહ્યો છે કે,ગમે તેટલા પૈસા હોય હજારો કરોડો પણ મુંબઈના વરસાદથી કોઈ બચી શક્યું નથી.આ વીડિયોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.
બંગલા સાથે જોડાયેલી ખાસ વાતો
તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનનો આ મુંબઈ સ્થિત બંગલો ફિલ્મ શોલોની શાનદાર સફળતાઓ બાદ ખરીદ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અમિતાભ બચ્ચનનું આ ઘર 1978માં ખરીદ્યું હતુ. જેનો ભાવ હાલમાં અંદાજે 50 કરોડ રુપિયાથી વધુ છે. આ ઘર એટલા માટે મહત્વપૂર્ણ છે કે, બંન્ને બાળકો શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચનનો જન્મ પણ થયો ન હતો.આ બંગલાનું નામ પ્રતિક્ષા તેના પિતા કવિ હરિવંશ રાય બચ્ચનને રાખ્યું હતુ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
