For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભે કોરોનાને બતાવ્યો ઠેંગો, અવધીમાં બોલ્યા- કેકર સુને, કેકર નાહી...

અમિતાભ બચ્ચને ખૂબ જ દેસી અંદાજમાં રોગનો મુકાબલો કરવા માટે લોકોને સમજાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોકરોના વાયરસના સતત વધી રહેલા કેસો દરમિયાન કર્ણાટકમાં એક 76 વર્ષીય વૃદ્ધનુ મોત થઈ ગયુ છે જેણે લોકોની અંદર ડર પેદા કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે મોડી રાતે સરકારી અધિકારીઓએ જણાવ્યુ કે કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં 76 વર્ષીય વૃદ્ધે દમ તોડી દીધો. તે કોરોના વાયરસથી સંક્રમિત હતા. તેમણે જણાવ્યુ કે મૃતક ગયા મહિને 29 ફેબ્રુઆરીએ સઉદી અરબની યાત્રાથી પાછા આવ્યા હતા.

અમિતાભ બચ્ચને કોરોનાએ બતાવ્યો ઠેંગો

અમિતાભ બચ્ચને કોરોનાએ બતાવ્યો ઠેંગો

હાલમાં લોકોને આ રોગ પ્રત્યે જાગૃત કરવાની કોશિશ સતત ચાલુ છે. હવે લોકોને આ ડર પ્રત્યે જાગૃત કરવાનુ બીડુ ઝડપ્યુ છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચને, જેમણે ખૂબ જ દેસી અંદાજમાં રોગનો મુકાબલો કરવા માટે લોકોને સમજાવ્યા છે. તેમણે ટ્વિટર એક રસપ્રદ વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં તે કોરોનાને ઠેંગો બતાવી રહ્યા છે, તેમણે અવધી ભાષામાં કવિતા પણ વાંચી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો અમિતાભનો વીડિયો

અમિતાભનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આની પહેલા વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરી દીધી છે. WHOના મહાનિર્દેશકે જણાવ્યુ કે WHOનુ મેંડેટ પબ્લિક હેલ્છ છે પરંતુ અમે આ કોવિડ-19 મહામારી સામાજિક અને આર્થિક પરિણામોને ઘટાડવા માટે બધા ક્ષેત્રોમાં ઘણા પાર્ટનર્સ સાથે કામ કરી રહ્યા છે.

ભારત સરકારે જારી કરી છે એડવાઈઝરી

ભારત સરકારે જારી કરી છે એડવાઈઝરી

ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા ભારત સરકારે પણ એડવાઈઝરી જારી કરી છે. સરકારે ભારતીયોને વિદેશ ન જવાની સલાહ આપી છે જ્યારે 15 એપ્રિલ સુધી વિદેશથી ભારત આવનારાના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે.

કોરોના વાયરસથી 1 વ્યક્તિનુ મોત

કોરોના વાયરસથી 1 વ્યક્તિનુ મોત

જો કે આ આદેશમાં રાજનાયકોને છૂટ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 62 કેસો સામે આવી ચૂક્યા છે જ્યારે 1 વ્યક્તિનુ મોત પણ થઈ ગયુ છે. આ ઉપરાંત વિશ્વના ઘણા અન્ય દેશોમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે જે વિશ્વ આરોગ્ય સંગઠન માટે હેરાન કરનારી વાત છે.

આ પણ વાંચોઃ વેલકમ સ્પીચમાં સિંધિયાને ‘વિભીષણ' બોલી ગયા શિવરાજ, કોંગ્રેસે કર્યો કટાક્ષઆ પણ વાંચોઃ વેલકમ સ્પીચમાં સિંધિયાને ‘વિભીષણ' બોલી ગયા શિવરાજ, કોંગ્રેસે કર્યો કટાક્ષ

English summary
Amitabh Bachchan Recites Poem On Corona Virus And Show Thenga To It, here is video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X