પુત્રી શ્વેતા સાથે અમિતાભનો એડ વીડિયો રિલીઝ, બચ્ચન થયા ઈમોશનલ
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદા બચ્ચનની એક્ટિંગના ડેબ્યુની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને હવે તે સમય આવી ગયો છે કારણકે શ્વેતાનો પહેલો એડ વીડિયો રિલીઝ થઈ ચૂક્યો છે.
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદા બચ્ચનની એક્ટિંગના ડેબ્યુની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને હવે તે સમય આવી ગયો છે કારણકે શ્વેતાનો પહેલો એડ વીડિયો રિલીઝ થઈ ચૂક્યો છે જેમાં તે પોતાના પપ્પાની સાથે જોવા મળી રહી છે. આ એડ કલ્યાણ જ્વેલર્સની છે જે એક પિતા અને પુત્રીની સુંદર કહાની કહે છે.

દીકરીઓ સૌથી બેસ્ટ....
આ એડ વીડિયોને અમિતાભે જાતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. શેર કરતા બચ્ચને લખ્યુ છે કે મારા માટે આ ભાવુક ક્ષણ છે.. જ્યારે પણ હું તેને જોવુ છુ ત્યારે આંખોમાં પાણી ભરાઈ જાય છે. દીકરીઓ જ સૌથી બેસ્ટ છે.

એડ વિશ્વાસ અને સિદ્ધાંતની વાત કહે છે
તમને જણાવી દઈએ કે આ એડ વિશ્વાસ અને સિદ્ધાંતની વાત કહે છે, વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે એક વૃદ્ધ વ્યક્તિ રિક્ષામાં પોતાની દીકરી સાથે બહુ જ મુશ્કેલીથી બેંકમાં પહોંચે છે. જ્યાં તેને ધક્કા અને લોકોની ઉપેક્ષાઓ સહન કરવી પડે છે પરંતુ દરેક જગ્યાએ તેની દીકરી તેની સાથે ઉભી રહે છે અને પપ્પાની કેર કરે છે.

અને મને ફરક પડે છે....
ઘણી મુશ્કેલીથી તે મેનેજર પાસે પહોંચે છે, વૃદ્ધ વ્યક્તિના ખાતામાં પેન્શન બે વાર આવી ગયુ હોય છે જેને તે બેંકમાં પાછુ આપવા આવ્યો હોય છે. મેનેજર કહે છે કે પાર્ટી કરો સર, આ તો સારી વાત છે, ત્યારે શ્વેતા કહે છે કે પપ્પાને આ પૈસા પાછા આપવાના છે. ત્યારે મેનેજર કહે છે કે કોને ખબર પડશે સર, શું ફરક પડે છે, આના પર અમિતાભ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે કોઈને ખબર પડે કે ના પડે પરંતુ મને તો ખબર પડે છે અને મને ફરક પડે છે.
|
વિશ્વાસ જ છે બધુ....
ત્યારબાદ પાછળથી અવાજ આવે છે કે વિશ્વાસ જ બધુ છે અને આ જ કલ્યાણ જ્વેલર્સની ટેગ લાઈન પણ છે. આ વિશે હાલમાં જ શ્વેતાએ કહ્યુ હતુ કે આ કોઈ ડેબ્યુ નથી માત્ર એડ કંપની અને પોતાના પપ્પા સાથે થોડો સમય વિતાવવા માટે મે આ એડ કરી હતી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
